- રાજસ્થાન સરકારે સોમવાર 10 મેથી 24 મે સુધી 14 દિવસના લોકડાઉનનો આપ્યો આદેશ
- રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવશે
- કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતા ચેઇન તોડવા લેવાયો નિર્ણય
બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિલોમીટર દૂર રાજસ્થાનની સરહદ આવેલી છે. સોમવાર 10 મેથી લોકડાઉનની શરૂઆત થવાની હોવાથી રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. અંબાજી નજીક આવેલી આ રાજસ્થાન છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
રાજસ્થાન સરકારે સોમવારથી 14 દિવસના લોકડાઉનનો કર્યો આદેશ આ પણ વાંચો : રિયાલીટી ચેકઃ બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે
રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી
એટલુ જ નહી રાજસ્થાન રોડવેઝની એસ. ટી. બસ તેમજ ગુજરાત એસ. ટી. નિગમની બસોને પણ પ્રવેશ નહીં મળે. જ્યારે ખાનગી વાહનોને અતિ આવશ્યકતા વાળાઓને જરૂરી દસ્તાવેજો ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાશે અને તેમાં પણ ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ બતાવા ફરજિયાત રહેશે નહીં. તો તેમને રાજસ્થાનમાં 15 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીમાં સાંસદ સભ્ય દ્વારા લેવાયેલા દત્તક ગામની પરિસ્થિતિ
લોકડાઉનને સરકારનું અતિ આવશ્યક પગલું માનવામાં આવ્યું
હાલમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક પુરવાર થતા કોરોનાની ચેઇન તોડવા લોકડાઉનને સરકારનું અતિ આવશ્યક પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે ગુજરાતની સરહદ ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.