માઉન્ટ આબુઃ માઉન્ટ આબુ રાજસ્થાન અને ગુજરાતની સરહદને અડીને આવેલું છે. જેના કારણે દર વર્ષે લોકો પિકનીક માટે મોટી સંખ્યામાં માઉન્ટ આબુમાં જાય છે. ખાસ કરીને ગુજરાત તેમ જ આજુબાજુના રાજ્યના લોકો સૌથી વધારે હાલ ઉનાળામાં માઉન્ટ આબુની આબોહવા ખાવા માટે જાય છે.
માઉન્ટ આબુમાં વરસાદે સોળે કળાએ ખીલવ્યું કુદરતી સૌંદર્ય, પણ કોરોનાએ કર્યો પર્યટકોમાં ઘટાડો ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાં જ માઉન્ટ આબુમાં થોડો વરસાદ થતાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પરંતુ હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે જેના કારણે હાલમાં માઉન્ટ આબુમાં પર્યટકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
માઉન્ટ આબુમાં વરસાદે સોળે કળાએ ખીલવ્યું કુદરતી સૌંદર્ય, પણ કોરોનાએ કર્યો પર્યટકોમાં ઘટાડો માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાદળોની હિલચાલ બાદ હવામાન સુખદ બન્યું છે, પરંતુ આ મોસમમાં પણ કોરોના દ્વારા ગ્રહણ લાગેલું છે. જેના કારણે પ્રવાસીઓ આ મોસમમાં આનંદ માણી શકતાં નથી. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ મોસમની મજા માણવા આવે છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે માઉન્ટ આબુમાં ખૂબ ઓછા પ્રવાસીઓ પહોંચી શક્યાં છે.
માઉન્ટ આબુમાં વરસાદે સોળે કળાએ ખીલવ્યું કુદરતી સૌંદર્ય, પણ કોરોનાએ કર્યો પર્યટકોમાં ઘટાડો નખી તળાવ પર વાદળોની વચ્ચે તળાવમાં નૌકાઓ ઉભી છે. બદલાતા હવામાન વચ્ચે અહીં આવનારા પર્યટકો ચોક્કસપણે આ મોસમમાં આનંદ લઇ રહ્યાં છે. ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ છે. પરંતુ આ સિઝનમાં માઉન્ટ આબુમાં નહિવત પ્રવાસીઓના કારણે પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં નિરાશા છે.