ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં 2થી 4 જાન્યુઆરી વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ - સહકારી મંડળી

હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠામાં આગામી 2થી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખેતી પર આધારિત આ જિલ્લામાં ખેતીના પાકને નુકસાન ન પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરની સૂચનાથી નિવાસી અધિક કલેકટરે ખેતીને સંલગ્ન અધિકારીઓને ખેતપેદાશોની યોગ્ય માવજત રાખવા પરિપત્ર પાઠવી તાકીદ કરી છે.

બનાસકાંઠામાં 2થી 4 જાન્યુઆરી વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ
બનાસકાંઠામાં 2થી 4 જાન્યુઆરી વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ

By

Published : Dec 31, 2020, 11:21 AM IST

  • બનાસકાંઠામાં 2થી 4 જાન્યુઆરી પડી શકે છે વરસાદ
  • જિલ્લા કલેક્ટરે નિવાસી અધિક કલેક્ટરને આપી સૂચના
  • ખેત પેદાશોની યોગ્ય માવજત રાખવા કરી તાકીદ
  • ખેતીવાડી, બાગાયતી, પૂરવઠા, સહકારી મંડળીઓને સૂચના
  • APMC, અનાજ ગોડાઉન, બાગાયતી પાકને યોગ્ય સ્થળે ખસેડવા તાકીદ

બનાસકાંઠાઃ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે ખેતીના પાકો તેમ જ અનાજને કોઈ જ નુકસાન ન થાય માટે ખેત પેદાશો, શાકભાજી, કઠોળ સહિત બાગાયતી ખેત પેદાશોને પણ યોગ્ય જગ્યાએ ખસેડીને તેમાં કોઈ નુક્સાની ન થાય તે માટે તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી, પૂરવઠા, બાગાયતી, સહકારી મંડળીઓના તમામ અધિકારીઓને એક પરિપત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લા આપતિ વ્યવસ્થાપન તંત્રે નિવાસી અધિક કલેકટરની સહીથી આ પરિપત્ર જિલ્લાના તમામ સંલગ્ન અધિકારીઓને કરવામાં આવ્યો છે..

દરેક વરસાદની આગાહી વખતે કરાય છે તાકીદ છતાં પરિણામ શૂન્ય

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં દરેક વરસાદની આગાહી વખતે આ પ્રકારના પરિપત્ર કરાય વહે, અધિકારીઓને તમામ પ્રકારની સૂચનાઓ પણ અપાય છે છતા વરસાદ કે અન્ય કોઈ આપત્તિ વખતે અધિકારીઓ દ્વારા વાસ્તવિક ધરાતલ પર કોઈ જ આયોજન કરાતું નથી, જેના ફળસ્વરૂપ પરિણામ શૂન્ય જ રહે છે. જેના થકી આવા આદેશો માત્ર નામ માત્રના જ હોય તેવો આભાસ હવે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને થવા લાગ્યો છે.

ABOUT THE AUTHOR

...view details