ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ

બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો રવિ સીઝનમાં રાયડાની ખેતી મોટા પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે પણ ડીસાનું માર્કેટ યાર્ડ રાયડાની ખેતીથી ઉભરાઈ ગયું છે. આ વર્ષે જિલ્લામાં રાડાના ઉત્પાદનની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં

ETV BHARAT
ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ

By

Published : Mar 3, 2020, 6:56 PM IST

ડીસાઃ બનાસકાંઠામાં રાયડાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જિલ્લામાં બટાકા બાદ ખેતીમાં રાયડાનો બીજો નંબર આવે છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ખેતી મોટા પાયે કરવામાં આવી છે. જેથી ડીસાનું ગંજ બજાર રાયડાની આવકથી ઉભરાવા માંડ્યું છે. ડીસા માર્કેટ યાર્ડમાં અત્યારે પ્રતિદિન રાયડાની અંદાજે 3 હજાર કરતાં પણ વધુ બોરીની આવક થઈ રહી છે. આટલી માતબર આવક હોવા છતાં ખેડૂતોને રાયડાના ભાવ જોઈએ તેવા મળતા નથી. આ અંગે ડિસા ગંજ બજારના સેક્રેટરીએ જણાવ્યું કે, દર વર્ષ કરતાં અત્યારે ખેડૂતોને રાયડાના પ્રતિ 20 કિલોએ 50 રૂપિયા ઓછા મળી રહ્યાં છે

ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ

રાયડાના ઉપયોગ અંગે ડીસા માર્કેટ યાર્ડના વેપારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાયડાનો ઉપયોગ ખાદ્ય તેલ માટે થાય છે અને ત્યારબાદ તેના વધેલા ખોળમાંથી કેટલ ફૂડ બને છે, પરંતુ તેમ છતાં આ વર્ષે રાયડાના ભાવ ખૂબ ઓછા છે.

ABOUT THE AUTHOR

...view details