ડીસા ખાતે યોજાયેલ સભામાં સાંસદ ભરતસિંહ ડાભી ઉત્સાહ ઉત્સાહમાં આવીને એવુ બોલ્યા કે... - ભરતસિંહ ડાભી
બનાસકાંઠા: શનિવારે ડીસા તાલુકાના માણેકપુરા ખાતે યોજાયેલ સભામાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ અલ્પેશ ઠાકોરના પક્ષમાં નિવેદન આપ્યું હતું. ડીસા તાલુકાના માણેકપુરા ગામે યોજાયેલા એક ઉદ્ઘાટન પ્રસંગે પાટણના સાંસદ ઉત્સાહમાં આવી ગયા હતા અને જાહેર સભામાં અલ્પેશ ઠાકોર ભાવિ ધારાસભ્ય બનશે અને ધારાસભ્ય બન્યા બાદ તેઓ ગુજરાત સરકારમાં પ્રધાન પણ બનશે તેવું જાહેરમાં નિવેદન આપ્યું હતું.
![ડીસા ખાતે યોજાયેલ સભામાં સાંસદ ભરતસિંહ ડાભી ઉત્સાહ ઉત્સાહમાં આવીને એવુ બોલ્યા કે...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4444031-thumbnail-3x2-banaskantha.jpg)
ડીસા તાલુકાના માણેકપુરા ગામે ગ્રામ પંચાયતના શુભારંભ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તે સમયે જાહેર મંચ પરથી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ભાવિ ધારાસભ્ય બનવાના છે અને લોકોને તેમને જીતાડવા માટેની અપીલ પણ કરી હતી. આટલે થી જ ના અટકતા ભરતસિંહ ડાભીએ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા બાદ ગુજરાત સરકારના પ્રધાન પણ બનશે તેવુ નિવેદન આપ્યું હતું.