ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ઓઢા ગામે રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો - કલેક્ટર સંદીપ સાંગલે

બનાસકાંઠા: દિયોદર તાલુકાના ઓઢા ગામે બનાસકાંઠાના કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વિકાસ લક્ષી કામોની ચર્ચા વિચારણા કરાઇ હતી.

રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો

By

Published : Nov 21, 2019, 6:46 AM IST

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનો ઝડપી તેમ જ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા ઠેર ઠેર વિકાસલક્ષી કામોને વેગ મળે તે માટે લોકસંપર્ક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. કલેકટર સંદીપ સાંગલે દ્વારા ખાસ ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ અને ગ્રામીણ વિસ્તારના અધૂરા વિકાસના કામો પૂર્ણ થાય તે માટે લોક સંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં દિયોદર તાલુકાના ઓઢા ગામે પણ કલેક્ટર સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં રાત્રી લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓઢા ગામના લોકો પોતાના પ્રશ્નોને લઈ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો

દિયોદર તાલુકાના ઓઢા ગામે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિકાસલક્ષી રાત્રી લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓઢા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પરેશાન હતા અને ઓઢાથી કોટડા સુધીનો રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો આ ગામના લોકો સામનો કરી રહ્યા હતાં, ત્યારે આ રાત્રી લોકસંપર્ક કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા આ ગામના લોકોની રજુઆતને સાંભળી વિકાસલક્ષી કામો કરી આપવા માટે આજે જાહેરાત કરી હતી, ત્યારે હવે જોવાનું એ રહે છે કે દિયોદર તાલુકાના ઓઢા ગામના લોકોને કેટલા સમયમાં કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા કામો મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details