ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈડરના જૈનાચાર્યની અટકાયત બાદ CID તપાસની લોક માગ ઉઠી - જૈન મંદિરના જૈનાચાર્ય વિરુધ ફરિયાદ

4 દિવસ અગાઉ જૈન મંદિરના જૈનાચાર્ય વિરુધ ફરિયાદ નોંધાય હતી. જેથી શનિવારે પોલીસે આ પાવાપુરી જૈન મંદિરના બન્ને જૈનાચાર્યની અટકાયત કરી હતી. આ ઉપરાંત બન્નેને તાત્કાલિક ધોરણે ઈડર સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને જૈનાચાર્યની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સામાજીક અગ્રણીઓએ CID તપાસની માગ કરી છે.

ETV BHARAT
ઈડરના જૈનાચાર્યની અટકાયત બાદ CID તપાસની લોક માગ ઉઠી

By

Published : Jun 27, 2020, 5:41 PM IST

સાબરકાંઠાઃ શનિવારે ઈડર પાવાપુરી જૈન મંદિરના બન્ને જૈનાચાર્યની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બન્નેનો કોરોના રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. આ સાથે સુરતની પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે બન્ને જૈનાચાર્યોની પૂછપરછ હાથ ધરી હતી.

ઈડરના જૈનાચાર્યની અટકાયત બાદ CID તપાસની લોક માગ ઉઠી

ઈડરના 2 જૈનાચાર્યની અટકાયત

  • 4 દિવસ આગાઉ ફરિયાદ દાખલ કરાઇ હતી
  • સુરતની મહિલાએ બન્ને પર બળજબરીનો લગાવ્યો હતો આરોપ
  • અટકાયત થવાથી સામાજીક આગેવાનેએ સખત સજા આપવાની માગ કરી

આ અંગે જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ બન્ને જૈનાચાર્ય સાધુના નામે શેતાન છે. આ બન્ને લોકોએ કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી છે. જેથી તેમને સખત સજા આપવી જોઈએ.

આ સમગ્ર મુદ્દે જૈન સમાજના સ્થાનિક લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બન્ને જૈનાચાર્યને જૈન સમાજમાંથી બરતરફ કરી, સામાજીક રીતે જીવન જીવવાની તેમજ કપડાં પહેરાવી સામાજીક બનાવવાની માગ કરી હતી.

આ અંગે સામાજીક અગ્રણી સુરેશ દોશીએ ન્યાય નહીં મળવા પર CID તપાસની માગ કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details