ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા આગથળા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં - પીઆઈ કે જે પટેલ

બનાસકાંઠાના આગથળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેકટર બી.કે.ગૌસ્વામી દ્વારા તપાસના કામમાં રૂપિયા 40 હજારની માગ કરવામાં આવી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરી લાંચિયા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને રોકડ રકમ 40 હજાર સાથે પાલનપુર ACBમાં પકડાવી દેતાં પોલીસ બેડામાં નાસભાગ મચી ગઈ હતી.

બનાસકાંઠા આગથળા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં
બનાસકાંઠા આગથળા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં

By

Published : Jul 8, 2020, 8:13 PM IST

પાલનપુરઃ ગુજરાત પોલીસની આબરૂ ખરાબ કરનાર વધુ એક લાંચિયા PSIને ACB એ રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના PSI શ્વેતા જાડેજાનાં તોડબાજીના પડઘા શાંત નથી પડ્યાં ત્યાં હવે વધુ એક psi લાંચ લેતા ACB નાં હાથે રંગેહાથ પકડાઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

બનાસકાંઠા આગથળા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયાં

આપને જણાવી દઈએ કે બનાસકાંઠાનાં આગથળાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. કે. ગોસ્વામીએ એક ગુનાની તપાસ સંદર્ભમાં 40 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જેથી ડીલ પ્રમાણે ડીસાનાં રાજમંદિર પાસે નાણાં લઇ આવવાનું નક્કી થયેલ, પરંતુ લાંચ આપનાર વ્યક્તિ દ્વારા સમગ્ર હકીકત પાલનપુર ACB ને જાણ કરવામાં આવતાં તોડબાજ psi ને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેથી psi બી. કે. ગોસ્વામી ને નક્કી કરેલી જગ્યાએ બોલાવી 40 હજાર આપતાં psi ગોસ્વામીએ લાંચની રકમ હાથમાં લેતાંની સાથે પાલનપુર ACB દ્વારા તેમને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ACBના પી. આઈ. કે જે. પટેલે હાથ ધરાયેલા આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.. તો બીજી તરફ પોલીસની શાખને દાગ લગાડતાં અને પોલીસને બદનામ કરતાં વધુ એક પોલીસ અધિકારીને છટકું ગોઠવીને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details