ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ ડીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ રવિવારના રોજ ડીસા ખાતે બહુજન સમાજ દ્વારા કેન્ડલ પ્રગટાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દીકરીને ન્યાય માટે માંગ કરી હતી.

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ ડીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ ડીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

By

Published : Oct 4, 2020, 10:49 PM IST

ડીસાઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મને લઇ સમગ્ર ભારતભરમાં વિવિધ વિરોધ પ્રદર્શનનક કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે રવિવારના રોજ ડીસામાં પણ બહુજન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના બહુજન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ડીસાના સાંઈબાબા મંદિર પાસે લોકો ઉપસ્થિત રહી રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

બીજી તરફ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાને લઈ કેન્ડલ પ્રગટાવી હાય હાયના નારા લગાવી આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મના બનાવને લઇ સમગ્ર ભારત દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ યુવતીને ન્યાય મળે તે માટે ઠેર-ઠેર કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જેમાં રવિવારના રોજ બહુજન સમાજના લોકો દ્વારા હાથરસની ઘટનામાં ભોગ બનેલી યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનાને લઈ સરકારનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને જે પણ આરોપી આ ઘટનામાં સામેલ હોય તે તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે જેનાથી આવનાર સમયમાં અન્ય કોઈ દીકરી આવી ઘટનાનો શિકાર ન બને.

ABOUT THE AUTHOR

...view details