- બનાસકાંઠાના ખેડૂતોએ નર્મદા કેનાલ પર કર્યો વિરોધ
- સિંચાઈ માટે પાણી નહીં મળતા કર્યો વિરોધ
- નર્મદા વિભાગના અધિકારીઓ પર કર્યા આકરા પ્રહાર
બનાસકાંઠા: વાવ તાલુકાના સરહદી વિસ્તાર પર આવેલા રાધાનેસડા ગામના 100થી વધુ ખેડૂતોએ માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં મળતા રામધૂન ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાધાનેસડા માઈનોર એક કેનાલમાં પાણી આપવાની માગ કરી હતી.
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં શિયાળુ સિઝન આવતા અને સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. નર્મદા નિગમના અધિકારીઓ પર રોષ ઠાલવતાં ખેડૂતોએ કહ્યું કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં અમને સિંચાઈ માટે પાણી મળતું નથી. રાધાનેસડા ગામના ખેડૂતોએ શિયાળુ પાક માટે ખાતર અને બિયારણમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. જયારે હજુ સુધી રાધાનેસડાના ખેડૂતોને માઇનોર કેનાલમાં પાણી મળ્યું નથી. હવે જો પિયત માટે જલદીથી પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.