- ડીસા નગરપાલિકા સંચાલિત દુકાનો
- દુકાન માલિક દ્વારા દુકાન તોડી પડતા અન્ય વેપારીઓએ કર્યો વિરોધ
- દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ
- ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરનું નિવેદન
પાલનપુરઃ ડીસાના લાલચાલી વિસ્તારમાં 30થી પણ વધુ નગરપાલિકા દ્વારા સંચાલિત દુકાનો આવેલી છે. જેમાં એક દુકાનદાર દ્વારા નગરપાલિકા સંચાલિત દુકાન તોડી પાડતા અન્ય વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.
ડીસા નગરપાલિકા સંચાલિત દુકાનો
વર્ષો પહેલા જ્યારે ડીસા શહેરનો વિકાસ ન હતો, ત્યારે ડીસા શહેરનો તમામ ધંધા-રોજગાર ઓછા પ્રમાણમાં ચાલતો હતો. જે સમયે ડીસાના ફુવારા સર્કલથી ગાંધીબાપુના પૂતળા સુધી વેપારીઓ નાના-મોટા ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે સમયે અચાનક અગમ્ય કારણોસર આ દુકાનો આગ લાગતા મોટા પ્રમાણે દુકાનોમાં વેપારીઓને મોટુ નુકસાન આવ્યું હતું. જેના કારણે આ તમામ દુકાનદારોને ડીસા નગરપાલિકા દ્વારા સંચાલિત દુકાનો ભાડાપટ્ટે લાલચાલી રોડ પર આપવામાં આવી હતી અને દુકાનદારોએ વર્ષોથી નગરપાલિકા સંચાલિત દુકાનોમાં ધંધા સાથે સંકળાયા હતા, પરંતુ વર્ષો બાદ હવે આ દુકાનોમાં વિવાદ સર્જાઈ રહ્યા છે.
ડીસાના નગરપાલિકા સંચાલિત દુકાન તોડી દેતા વેપારીઓમાં વિરોધ દુકાન માલિક દ્વારા દુકાન તોડી પડતા અન્ય વેપારીઓએ કર્યો વિરોધ
ડીસાના લાલચાલી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત 30 જેટલી દુકાનો આવેલી છે. આ 30 દુકાનોમાં વર્ષોથી વેપારીઓ નાના-મોટા ધંધા લઈને બેઠા છે. ડીસામાં દિવસેને દિવસે વિકાસ વધી રહ્યો છે, જેના કારણે લાલ ચાલી વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ મોટા પ્રમાણમાં આસપાસના ગામડાઓમાંથી આવતા ગ્રાહકોના કારણે સારો ધંધો પણ વેપારીઓને થઇ રહ્યો છે. તેવામાં વર્ષોથી લાલ ચાલી વિસ્તારમાં આવેલી એક દુકાનના વેપારીએ નગરપાલિકામાં રીનોવેશનની પરમિશન લઈ પૂરેપૂરી દુકાન તોડી પાડતાં અન્ય વેપારીઓ રોષે ભરાયા હતા. બીજી તરફ આ દુકાન પડતા આસપાસના લારીવાળાઓને પણ નુકસા થતું હોવાના કારણે આ વેપારી સામે રોષ ઠાલવ્યો હતો અને આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ એના વેપારીઓ કરી હતી.
દુકાનદારનું નિવેદન
આ બાબતે નગરપાલિકા સંચાલિત દુકાન તોડી પાડનારા વેપારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અમારી આ દુકાન સંપૂર્ણપણે તિરાડવાળી હોવાના કારણે અમારા દ્વારા આ દુકાને હાલમાં તોડવામાં આવી છે અને આ બાબતે અમે નગરપાલિકામાં પણ પરમિશન લીધી છે, પરંતુ ખરેખર ડીસા નગરપાલિકા દ્વારા માત્રને માત્ર રીનોવેશન માટે જ પરમિશન આપવામાં આવે છે ત્યારે હવે સત્ય જે પણ હોય પરંતુ આ બાબતે જો નગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જ સાચું બહાર આવી શકે તેમ છે.
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરનું નિવેદન
ડીસાના મેઇન બજાર લાલ ચાલી વિસ્તારમાં આવેલી દુકાન વેપારી દ્વારા તોડી પાડતા અન્ય વેપારીઓએ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ દુકાનોમાં અમારા દ્વારા માત્ર રીનોવેશન કરવાની પરમિશન આપવામાં આવે છે પરંતુ જો વધુ પડતી દુકાન જર્જરિત થાય તો દુકાનદાર જાતે જ તેનું રીનોવેશન કરાવી શકે છે. જેના કારણે આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં.