ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે પ્રોત્સાહન પૂરું પાડવા કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા: ડીસા ખાતે કાર્યરત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આવકાર અને અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસર દ્વારા પોતાની કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

ડીસામાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડવા કાર્યક્રમ યોજાયો

By

Published : Jul 3, 2019, 4:57 AM IST

વિદ્યાર્થીઓ ભણતરની સાથેસાથે પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે શાળાઓ તેમજ કોલેજમાં વિવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ત્યારે છેલ્લા 50 વર્ષથી કાર્યરત દિશાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હંમેશા પ્રવૃતિઓ થકી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે તૈયાર કરે છે.

ડીસામાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડવા કાર્યક્રમ યોજાયો

ડીસાની સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા બીએ, બી.કોમ. એમ.એ અને એમ.કોમના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો આવકાર અને અભિમુખતાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસર તેજસ દ્વારા શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓની માહિતી સાથે સાત વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં ખેતી બનાવે તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details