ગુજરાત

gujarat

By

Published : Dec 25, 2020, 3:00 PM IST

ETV Bharat / state

પાલનપુરમાં ગુનાખોરી રોકવા પ્રોફેશનલ કરાટે ટ્રેનર છોકરીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે કરાટેની ટ્રેનિંગ

વર્તમાન સમયે મહિલાઓ માટે સ્વરક્ષણની તાલીમ ખૂબ જ જરૂરી બની ગઈ છે. હાલમાં મહિલાઓ સાથે ઘણા અણબનાવો બને છે. આ તમામ સામે મહિલાઓ અને બાળકીઓ સ્વરક્ષણ મેળવી શકે તે માટે બનાસકાંઠાના પ્રોફેશનલ કરાટે ટ્રેનરે દીકરીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. તેમને દીકરીઓને વિનામૂલ્યે સ્વરક્ષણની તાલીમ આપી રહ્યા છે.

પાલનપુરમાં ગુનાખોરી રોકવા પ્રોફેશનલ કરાટે ટ્રેનર છોકરીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે કરાટેની ટ્રેનિંગ
પાલનપુરમાં ગુનાખોરી રોકવા પ્રોફેશનલ કરાટે ટ્રેનર છોકરીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે કરાટેની ટ્રેનિંગ

  • બનાસકાંઠાના પાલનપુરમાં પ્રોફેશનલ કરાટે ટ્રેનર દીકરીઓને આપી રહ્યા છે ટ્રેનિંગ
  • પોતાની દીકરીએ ટકોર કરતા પાલનપુરની તમામ સોસાયટીમાં આપે છે વિનામૂલ્યે ટ્રેનિંગ
  • દુષ્કર્મ, અપહરણની ઘટનાઓ રોકવા દીકરીઓને આપી રહ્યા છે ટ્રેનિંગ

બનાસકાંઠાઃ જિલ્લામાં અત્યારે દીકરીઓ પરના અત્યાચારોનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આવી સ્થિતિમાં દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા પાલનપુરના પ્રોફેશનલ કરાટે ટ્રેનર છેલ્લા દોઢ માસથી સહિતની જુદી જુદી 6 સોસાયટીઓમાં દર રવિવારે વિનામૂલ્યે દીકરીઓને વિનામૂલ્યે સ્વરક્ષણની આપી રહ્યા છે. જે દીકરીઓ પૈસા ખર્ચી તાલીમ નથી લઈ શકતી તેમનું શું? આવી ટકોર બાદ જયેશભાઈએ વિનામૂલ્યે તાલીમ આપવાની શરૂઆત કરી છે.

પોતાની દીકરીની ટકોરથી તમામ દીકરીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે કરાટેની ટ્રેનિંગ

જયેશભાઇ પ્રોફેશનલ કરાટે ટ્રેનર હોવાથી તેમના માર્ગદર્શનમાં બનાસકાંઠાના અનેક યુવક યુવતીઓ કરાટેમાં રાષ્ટ્રીય લેવલે પોતાની પ્રતિભાનો ડંકો વગાડી ચૂક્યા છે. પોતાના વ્યવસાયમાં મસ્ત રહેતા જયેશભાઈને એક દિવસ તેની જ દીકરીએ બાળકીઓ સાથે સમાજમાં બની રહેલા દુષ્કર્મ, અપહરણની ઘટનાઓ રોકવા કઈંક કરવા જણાવ્યું. તે દિવસથી જયેશભાઈએ નક્કી કર્યું કે પાલનપુર શહેરની દરેક સોસાયટી સોયાયટીમાં જઈ દીકરીઓને વિનામૂલ્યે સ્વરક્ષણની તાલીમ આપશે. આજે છેલ્લા દોઢ મહિનાથી જયેશભાઈ અને તેમની ટીમ પાલનપુર શહેરની 6 સોસાયટીઓમાં જઈ દર રવિવારે વિનામૂલ્યે કરાટેની સ્વરક્ષણની તાલીમ આપી રહ્યા છે. દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ રોકવા જયેશભાઈએ અનોખું અભિયાન ઉપાડ્યું છે. કરાટે પરિવાર નામથી અપાઈ રહેલી આ ટ્રેનિંગથી આજે અનેક દીકરીઓ આત્મવિશ્વાસથી સજ્જ બની છે.

ABOUT THE AUTHOR

...view details