બનાસકાંઠાજિલ્લાના ડીસામાં લવ જેહાદના મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે, અહીં લવ જેહાદના વિરોધમાં (love jihad news today) ડિસામાં બંધનું એલાન આપવામાં (Proclamation of Bandh in Banaskantha Deesa) આવ્યું છે. તેના કારણે વેપારીઓ સવારથી જ પોતાના ધંધા રોજગારને સંપૂર્ણપણે બંધ (Proclamation of Bandh in Banaskantha Deesa) રાખ્યા છે. આ ઉપરાંત અહીં 11 હિન્દુ સમાજે રેલી યોજી હતી, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. જોકે, આ રેલીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
રેલી બની હિંસક ડીસામાં હિન્દુ સંગઠનોએ રેલી યોજી હતી. ત્યારે આ રેલી હીરા બજાર પાસે પહોંચી હતી. તે જ સમયે લાઠીચાર્જ કર્યો હતો. તેના કારણે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે લોહીલુહાણ હાલતમાં યુવકને સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.
આવી ઘટના ન બને તેવી લોકોની માગ ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો હવે એક રેલી બાદ મોટી સંખ્યામાં લોકો SDMને રજૂઆત કરવા જઈ રહ્યા છે. આ ધર્માંતરણ મામલે સરકારને કડક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેવી સમાજના લોકો માગ કરી રહ્યા છે. ડીસાના તમામ એસોસિએશને આ બંધને ટેકો આપ્યો છે.
આ પણ વાંચોCommunal Violence in India: કોમી હિંસા માંથી સરકારને લાભ લેવામાં રસ, કટ્ટરવાદીઓએ સીરિયા-અફઘાનિસ્તાનની હાલત જોવી જોઇએ
વિશાળ રેલીનું આયોજન મહત્વનું છે કે, ડીસામાં વિધર્મીઓ દ્વારા લવ જેહાદની પ્રવૃત્તિ ચલાવવામાં (love jihad case) આવી રહી છે. તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે હિન્દુ આગેવાનોએ એક સભા પણ યોજી હતી. તે દરમિયાન જ આજે (શનિવારે) ડીસા બંધનું એલાન (Proclamation of Bandh in Banaskantha Deesa) જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આજે હવે વિશાળ રેલી પણ યોજાઈ હતી.
આ પણ વાંચોHarsh Sanghavi on Love Jihad: 'પ્રેમના નામે ભોળી છોકરીઓને ફસાવનારને નહીં છોડીએ'
થયો હતો આત્મહત્યાનો પ્રયાસ ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ ઘરના મોભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની પ્રવુત્તિઓના વિરોધમાં માટે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.