બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની સમસ્યા(shortage of Banaskantha fodder)ઉભી થઈ છે. બનાસકાંઠા જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે દર વર્ષે પાણીની બૂંદ બૂંદ માટે બનાસકાંઠા જિલ્લો (Lack of fodder for animals)તરસતો હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે, લોકોએ પશુઓ માટે અને પોતાના પીવા માટે પાણી ભરવા કિલોમીટર દૂર સુધી જવું પડે છે જેના કારણે સરહદી વિસ્તારના લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવવી પડે છે.
પશુપાલકો અને ખેડૂતો પર મોટી અસર -ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સૌથી મોટી સમસ્યા (Water problem in Banaskantha)ઉભી થઈ છે. પાણી વગર દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે જેના કારણે પશુપાલકો અને ખેડૂતો ઉપર તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પાણી વગર ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ બની છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન જોવા મળી રહી છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેતીલાયક અને પીવાનું પાણી મળી રહે તેવો વરસાદ થતો હતો પરંતુ જિલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં પડતા નહીં વરસાદના કારણે મોટાભાગના અનેક તાલુકાઓમાં આ વખતે પાણી વગર મોટી સમસ્યા ઊભી થઈ છે ખેડૂતો પણ પાણીને લઇ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની સર્જાઈ અછત
પાણી વગર પશુપાલકોની હાલત કફોડી બની -આ વર્ષે પાણી વગર પશુપાલકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નજીવા વરસાદના કારણે જિલ્લામાં આ વખતે પાણી વગર અનેક ખેતરો વેરાન બને છે. સાથોસાથ પાણી ન મળવાના કારણે ઘાસચારો પણ ઓછો થયો છે. જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો પરંતુ ધીમે-ધીમે ખેડૂતોને ખેતીમાં થતાં નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને જોતજોતામાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ દૂધ ધરાવતો જિલ્લો બન્યો હતો.