- પાલનપુર તાલુકાના પીપળી ગામે ગાંધી જયંતિની અનોખી ઉજવણી
- સ્વચ્છતા, તમામ ઘરોમાં સ્વચ્છ પાણી અને શૌચાલય મુક્ત પ્રથમ ગામ
- આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા
બનાસકાંઠા: જિલ્લોએ રણની કાંધી ને અડીને આવેલો છે, જેના કારણે વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. આ જિલ્લામાં વર્ષોથી સૌથી મોટી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ સૌથી મોટી પાણીની સમસ્યા બનાસકાંઠા જિલ્લામાં હતી પરંતુ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બનતાની સાથે જ બનાસકાંઠા નર્મદા નહેર મારફતે પાણી પહોંચતા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા દૂર થઈ ગઈ હતી. વર્ષોથી સરહદી વિસ્તારોમાં પાણીની બૂંદ બૂંદ માટે લોકો વલખા મારતા જોવા મળ્યા હતા. આજે પણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. લોકો દસ દિવસ સુધી પાણીના ટેન્કરની રાહ જોઈને બેઠેલા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક મહિલાઓ કિલોમીટર દૂર સુધી પાણી ભરવા માટે જતી હોય છે. આમ આજે પણ સરહદી વિસ્તારોમાં પીવાના પાણી માટે મોટી સમસ્યા જોવા મળી રહી છે.
વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે આજે વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. પૂજ્ય બાપુની ગ્રામ સ્વરાજની સંકલ્પના વધુ સાર્થક થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગામ વિકાસના કામો વધુ સારી રીતે થયા છે, તેવા દેશના અલગ-અલગ રાજ્યનાં ગામો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો હતો. જેમાં ગુજરાતમાંથી પાલનપુર તાલુકાના ગામની પીપળી ગામની પસંદગી કરવામાં આવી હતી. પીપળી ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત હર ઘર નળની યોજના પીંપળી ગામમાં સાર્થક થઈ છે. ગામમાં 750 ઘરમાં નળ કનેક્શન જોડવામાં આવ્યા છે. 17 લાખના ખર્ચે પાણીનો સંપ અને ઘર ઘર સુધી નળની યોજના પહોંચતા ગામની મહિલાઓથી લઈ ગ્રામવાસીઓમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો: જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - 5 કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા