ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સી.આર.પાટીલની એન્ટ્રી, વિવિધ જગ્યાએ સ્વાગતની તૈયારીઓ - Planning of meeting in Banaskantha

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. તેને લઇ બનાસકાંઠા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જગતજનની માં અંબાના દર્શન કર્યા હતા અને બાદમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જિલ્લાના વિકાસને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સી આર પાટીલના આગમનને લઈ તૈયારીઓ શરૂ
બનાસકાંઠા જિલ્લામાં સી આર પાટીલના આગમનને લઈ તૈયારીઓ શરૂ

By

Published : Sep 3, 2020, 12:55 PM IST

બનાસકાંઠાઃ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. તેને લઇ બનાસકાંઠા ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જગતજનની માં અંબાના દર્શન કર્યા હતા અને બાદમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જિલ્લાના વિકાસને લઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સી આર પાટીલના આગમનને લઈ તૈયારીઓ શરૂ

આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. ડીસા ખાતે સી.આર.પાટીલના આગમનને લઇ સવારથી જ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સી.આર.પાટીલના આગમનને લઇ ભાજપના કાર્યકર્તાઓમાં હાલ ખુશી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ આગામી સમયમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાનારી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં જ અંદરોઅંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા વિચારણો કરવામાં આવી હતી.


ABOUT THE AUTHOR

...view details