ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ - Corona Virus Banaskantha

લાંબા સમયથી લોકો કોરીનાની વેક્સિનની રાહ જોઈ રહ્યાં હતા, ત્યારે લોકોની વેક્સિનને લઈને બેતાબીનો અંત આવી ગયો છે અને આગામી 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થશે. જે માટે બનાસકાંઠા જિલ્લામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ
વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ

By

Published : Jan 15, 2021, 8:12 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ
  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ પૂર્ણ
  • 16 તારીખથી અપાશે વેક્સિન

બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે લોકોએ ભારે હેરાનગતિ ભોગવી હતી. જિલ્લામાં કોરોના વાઈરસના કારણે ત્રણ હજારથી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને આ કોરોના વાઈરસના કારણે અનેક લોકોના મોત પણ નિપજ્યા હતા. બનાસકાંઠા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સતત લોકોમાં કોરોના વાઈરસ ફેલાય નહીં તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોરોના વાઈરસની મહામારીને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 5 મોટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી.

વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ
5 લાખ લોકોને વેક્સિન આપવામાં આવશેજિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવાની છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કોરોનાથી છુટકારો મેળવવા ભારત સહિત વિશ્વભરના દેશો રસીકરણની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસકાંઠા સહિત દેશમાં પણ કોરોના વાઈરસની વેક્સિનની ટ્રાયલ રન પણ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના દરેક ગામડે ઘરે ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે 50 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને પ્રાથમિક યાદી તૈયારી કરી દીધી છે. આ સર્વેમાં પચાસ વર્ષથી મોટી ઉંમરના 4.98 લાખ લોકો સાથે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા પચાસ વર્ષથી નીચેના 7447 લોકોને અલગ અલગ તારવી લેવામાં આવ્યા છે એટલે કે સર્વેમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ માટે કુલ 5.6 લાખ લોકોના નામ નોંધાયા છે આ લોકોને કોરોના રસી આપવા માટે પ્રાથમિકતા અપાશે.
વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ
વેક્સિનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણજિલ્લાના 14 તાલુકામાં આંગણવાડીની 25 બહેનોને ડ્રાયરન કરવામાં આવ્યું હતું. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન આવ્યાં બાદ કુલ 1300 કેન્દ્ર પરથી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. 900 જેટલા વેક્સિનેશન પણ તૈયાર કર્યા છે. વેક્સિન રાખવા માટે 6 ફ્રિજની વ્યવસ્થા અને એક ફ્રીજ તેમજ કેન્દ્ર પર લઈ જવા માટે બે ગાડીની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. આમ આગામી 16 તારીખે આપનારી વેકશીનને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે..11 સેન્ટરો પરથી કોરોના વેક્સિન આપવામાં આવશેજિલ્લામાં આગામી 16 જાન્યુઆરીથી 11 સેન્ટરો પર કોરોના વેક્સિનની કામગીરી શરૂ થશે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ એટલે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવામાં આવશે. આ વેક્સિન કોવોશિલ્ડ નામની વેક્સિન છે અને તેને બે તબક્કામાં આપવામાં આવશે. વેક્સિનનો પહેલો ડોઝ આપ્યા બાદ વ્યક્તિને તેનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. એક વેક્સિનના બંને ડોઝ પૂરા થયા બાદ 14 દિવસ વ્યક્તિમાં કોરોના સામે ઇમ્યુનિટી બુઈટ અપાશે તેમ બનાસકાંઠા અધિકારી જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું આગામી 16 તારીખે જ્યારે વેક્સિન આપવાની છે તેને લઈને તમામ સેન્ટરો પર તૈયારી હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ

ABOUT THE AUTHOR

...view details