ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરમાં પ્રાગટ્ય દિનની ઉજવણીની તૈયારી શરૂ - preparations-for-pragay-din-in-ambaji-temple

અંબાજીઃ 51 શક્તિપીઠ ધરાવતા અંબાજી મંદિરમાં દર વર્ષની જેમ પ્રાગટ્યની દિનની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે મંદિરમાં વિવિધ સામાજિક કાર્યક્રમો માટે મંદિરને સજાવવામાં આવી રહ્યું છે. તેમજ મંદિર મંડળ દ્વારા બેઠકો પણ કરવામાં આવી રહી છે.

ambaji
અંબાજી

By

Published : Jan 8, 2020, 11:52 PM IST

અંબાજી મંદિરમાં10 તારીખે હોમ ,હવન ,પૂજા ,અર્ચના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવવાના છે. જેમાં શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા મા અંબેની મૂર્તિને ગજરાજ પર વિરાજમાન કરાવી, નાશિક ઢોલ, બગી, ધજા, માની અખંડ જ્યોત, રાજસ્થાની નુત્ય, અને વિવિધ જાખીયો સાથે શક્તિ દ્વારથી શોભાયાત્રા યોજાશે. જે અંબાજી ગામના તમામ માર્ગો પર ફરી માતાજીના મંદિરે પરત પહોંચશે. ત્યારબાદ માતાજીના નીજ મંદિરે ધજા ચડાવવામાં આવશે.

મંદિરમાં પ્રાગટ્ય દિનની ઉજવણીની તૈયારી શરૂ

આ ઉપરાંત અંબાજી ચાચર ચોકમાં ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેની માટે હાલ, ટેન્ટ વ્યવસ્થા સ્ટેજ વ્યવસ્થા અને વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે . સાથે જ વિવિધ આયોજનોને અંગે અંબાજી ગામમાં અંબાજી મંદિર વહીવટીતંત્ર અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક પણ યોજાઈ રહી છે. જેમાં કાર્યક્રમને લગતા અને લોકસુરક્ષાને ધ્યાનમાં લઈને વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details