સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષના ટ્યુશન ક્લાસીસમાં ભડકેલી આગના પગલે બાવીસ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેના પ્રત્યાઘાત માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પડ્યા છે. મૃત્યુ થયેલા વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે યાત્રાધામ અંબાજીના ગબ્બર તળેટી સ્થિત એકાવન શક્તિપીઠ મંદિરોના પુજારીઓ દ્વારા વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરાયું હતું.
સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા બાળકો અંબાજી મંદિરમાં કરાઈ પ્રાર્થના - tution clasis
બનાસકાંઠાઃ સુરતમાં બનેલી આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ રાજ્યભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે અંબાજી મંદિર ખાતે પણ આ માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ સહિત વિષ્ણુસહસ્ત્ર પાઠના જાપ કરવામાં આવ્યા હતા.
આ વિષ્ણુસહસ્ત્ર પાઠ આગામી 12 દિવસ સુધી સતત કરવામાં આવશે. આ પુજારીઓ દ્વારા ટ્યુશન ક્લાસની બદીને ડામવા માંગણી કરવામાં આવી છે. શાળાઓમાં હજારો અને લાખો રૂપિયા ચૂકવવા છતાં ટ્યુશન ક્લાસ જવું પડે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
અંબાજીના અખંડ ભારત હિન્દુ યોદ્ધા દળના યુવાનો દ્વારા મૃતક વિદ્યાર્થીઓને શાંતિ મળે અને ઈજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને કેન્ડલ માર્ચ યોજી મંદિરના મુખ્ય ગેટ આગળ શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.