લધુમતિ સમાજ દ્વારા બકરી ઇદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.ત્યારે આ તહેવારની ઉજવણી દરમિયાન અસંખ્ય બકરીઓની કુરબાની આપી હત્યા કરવામાં આવતી હોય છે તેવામાં જૈન સમાસ દ્વારા આવા હત્યા કરાયેલા જીવોના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અતી કરુણ તહેવાર એટલે બકરી ઈદ .કોઈનો જીવ લઈને તહેવાર મનાવવાનું અને નિર્દોષ અબોલ જીવની હત્યા કરી તહેવાર મનાવવાનો કોઈ પર્વ હોય ખરો?પણ મુગા પ્રાણી કાંઈ કરી શકવાનાં નથી, અને બકરીઇદના દિવસે અસંખ્ય પશુઓની હત્યા કરી તહેવાર ઉજવાય છે.
ડીસામાં જૈન સમાજ દ્વારા અબોલ પશુઓના મોક્ષ માટે પ્રાર્થના કરાઈ
ડીસા: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં બકરીઇદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અસંખ્ય જીવ હત્યા થતા ડીસામાં જૈન સમાજ દ્વારા હત્યા કરાયેલા જીવોના મોક્ષ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જૈન સમાજ દ્વારા અબોલ પશુઓના મોક્ષ માટે પ્રાર્થના કરાઈ
અબોલ પ્રાણીઓના જીવ હત્યા બાદ મોક્ષ મળે એ માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકોએ પ્રભુ પાસે પાર્થના કરી અને દરેક વ્યક્તિએ બાર નવકાર ગણીયે,અને એક આયંબીલનું તપ કરી અબોલ જીવોને મોક્ષ મળે પ્રાર્થના કરી હતી. ડીસા જૈન સંઘ દ્વારા વ્યાખ્યાનમાં નવકાર મંત્રનો જાપ અને ડીસા જૈન સંધની શાળામાં ડીસાના જૈનો ભાઈઓએ મોટી સંખ્યામાં તપ કરી આવી હત્યા ના થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.