- અંબાજી મંદિરમાં શરૂ થયેલી પ્રક્ષાલનવિધિ પૂર્ણ
- ગાયિકા અનુરાધા પોંડવાલ, પૂર્વ ગ્રૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપી હાજરી
- જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ થવા છતાં વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિરમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવિધિ પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર, ભાદરવી પૂનમ બાદ ચોથના કરવામાં આવે છે, જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફસફાઈ કરવામાં આવે છ, જે અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. તેઓ છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે. આ વિધિમાં અંબાજી મંદિર પરિષરને નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળથી ધોવામાં આવે છે.
અનુરાધા પોંડવાલે નવરાત્રીની એડવાન્સમાં શુભેચ્છાઓ આપી
આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પ્રક્ષાલનવિધિમાં પ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ, પૂર્વ ગ્રૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી આવેલા અનુરાધા પોંડવાલે મા અંબેના ભક્તોને નવરાત્રીની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ દરમિાન એક જ વખત બહાર લાવવામાં માતાજીના શણગારના દાગીનાની પ્રક્ષાલનમાં સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ દાગીનાની સાફસફાઇ વખતે ઘસારાના બદલે 5 ગ્રામ સોનાનું તક્તું માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર 'પૂતળીનો હાર'ના નામે માતાજીને પહેરાવવામાં આવે છે.