ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડામાં PPR વાઇરસથી 35 ઘેટાનાં મોત

એક તરફ સમગ્ર ગુજરાતમાં બર્ડ ફ્લૂનું સંકટ મંડરાઈ રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં ભેદી રોગચાળાની અસર વર્તાવા લાગી છે. જે અંતર્ગત દાંતીવાડા તાલુકામાં 5 દિવસમાં એક જ માલધારી પરિવારનાં 35 ઘેટાનું મોત થયું છે. જેથી સમગ્ર તાલુકામાં અરેરાટી ફેલાઈ છે.

PPR વાઇરસથી 35 ઘેટાનાં મોત
PPR વાઇરસથી 35 ઘેટાનાં મોત

By

Published : Jan 12, 2021, 8:01 PM IST

  • દાંતીવાડા તાલુકાના ડેરી ગામે બની ઘટના
  • PPR નામનાં વાઇરસની ભીતિ
  • જિલ્લા પશુપાલન વિભાગે તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ દાંતીવાડા તાલુકાના ડેરી ગામે ગત 5 દિવસમાં 35 ઘેટા કોઈ ભેદી રોગચાળાની ચપેટમાં આવતાં મોતને ભેટ્યાં છે. જેથી માલધારીએ ઘટનાની જાણ પશુપાલન વિભાગને કરતાં પશુ પાલન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

PPR વાઇરસથી 35 ઘેટાનાં મોત

5 ઘેટા બીમાર

આ અંગે દાંતીવાડાના વેટરનરી તબીબે જણાવ્યું હતું કે, આ પરિવારના 35 ઘેટાઓના મોતની સાથે હજુ 5 ઘેટાઓ બીમાર છે. આ તમામ ઘેટાઓ પેસ્ટીડિસ પેટીટ્સ રુમીનેટ્સ (PPR)વાઇરસના રોગચાળાના લીધે મોતને ભેટ્યા છે. જેથી બાકી બચેલા તમામ ઘેટાઓને રક્ષિત કરવા માટે જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

PPR વાઇરસથી 35 ઘેટાનાં મોત

બર્ડ ફ્લૂના કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથીઃ પશુપાલન વિભાગ

PPR વાઇરસ થુવર જેવી કાંટાળી વનસ્પતિના આરોગવાથી ઘેટાં-બકરાઓમાં જોવા મળે છે. જેમાં મોઢામાં ચાંદા પડે છે તેમજ ગળાના ભાગે સુજન આવી જાય છે. આ વાઇરસની સમયસર સારવારના નહીં મળવાથી પશુનું મોત પણ નિપજતું હોય છે.

ABOUT THE AUTHOR

...view details