બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં રવિવારથી બટાટાની જાહેર હરાજી શરૂ થઇ છે. ડીસાને આમ તો બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી બટાકાના ભાવમાં સતત મંદી હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને બટાકામાં છેલ્લા 5 વર્ષથી મંદીના કારણે ડીસાના અનેક ખેડૂતો અને વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી, પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં અચાનક ઉછાળો આવતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે સારા ભાવ મળી રહે તે આશયથી ખેડૂતોએ ફરી એકવાર પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું.
ડીસાના ખેડૂતો એ મોંઘાદાટ બિયારણ લાવી બટાટાનું કર્યું હતું વાવેતરઆ વર્ષે સમગ્ર ભારતમાં બટાકાની મોટા પ્રમાણમાં માંગ હોવાને કારણે બટાકાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને સતત બટાટાના ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓને બટાટામાં સારી એવી આવક થઇ હતી. છેલ્લા 5 વર્ષથી મંદીમાંથી બટાકાના ભાવ ઊંચા જતા ખેડૂતોએ મહદંશે રાહત અનુભવી હતી, ત્યારે 5 વર્ષની મંદીથી ફરી એકવાર છુટકારો મેળવવા માટે જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે 2400 રૂપિયાના ભાવે મોંઘાદાટ બિયારણ લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ડીસામાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે, જોકે, છેલ્લા કેટલાક વર્ષથી સતત મંદીના કારણે ખેડૂતો બટાટાની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા હતા, પરંતુ આ વર્ષે ફરી એક વાર બટાકાના ભાવ ઊંચા જતા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ફરી એકવાર મોંઘાદાટ બિયારણો લાવી બટાટાનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આ સમયે બટાકાના ભાવ 300 રૂપિયા આસપાસ હતાડીસા માર્કેટયાર્ડમાં રવિવારથી બટાકાની જાહેર હરાજી શરૂ થઈ ગઈ છે અને ડીસા આજુબાજુના પંથકમાંથી અનેક ખેડૂતો બટાકા વેચવા માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે, આજે હરાજીના પ્રથમ દિવસે જ બટાકાના ભાવ નીચા રહ્યા છે. રવિવારે હરાજીમાં બટાટાના ભાવ 170 થી 210 રૂપિયા પ્રતિ 20 કિલો રહ્યાં હતા, જે ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી કારણ કે ગત વર્ષે આ સમયે બટાકાના ભાવ 300 રૂપિયા આસપાસ હતા. ગત વર્ષે બટાકાનો ભાવ ઈતિહાસીક રીતે વલસાડનો રહ્યો હતો જેથી ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. આ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણો લાવી પોતાના ખેતરમાં નાખ્યું હતું અને રાત દિવસ સારા પાકની આશાએ મજૂરી કરી હતી, પરંતુ પોતાના બટાકા લઈને જ્યારે ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં હરાજી કરવા માટે આવ્યા ત્યારે માત્ર 200 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતો પર ચિંતા જોવા મળી હતી. બટાકામાં પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોમાં ચિંતાઆ વર્ષે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં કુલ 66 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. ગત વર્ષે બટાટાનું વાવેતર ઓછું હતું અને ભાવ પણ સારા હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને ખાસ લાભ થયો હતો પરંતુ આ વર્ષે ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ લાવીને વાવેતર કર્યુ છે, પરંતુ હવે બટાકાના પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોનું માનીએ તો અત્યારે માર્કેટમાં 200 રૂપિયા પ્રતિમણ બટાકા વેચાઇ રહ્યા છે, જ્યારે 400 રૂપિયા પ્રતિમણ બટાકાનો ભાવ હોય તો જ ખેડૂતોને પોસાય તેમ છે. જો કે જે રીતે બટાટાની આવક વધી રહી છે તે જોતાં આવનારા દિવસોમાં પણ બટાકાના ભાવમાં કોઈ વધારો થાય તેમ લાગતું નથી. કોરોના મહામારીના સમયમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને હવે બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી શરૂ