ગુજરાત

gujarat

ETV Bharat / state

માર્કેટયાર્ડમાં બટાકાની આવક શરૂ, ગત વર્ષ કરતા આવકમાં વધારો

બનાસકાંઠાઃ બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં આવેલા માર્કેટયાર્ડમાં પણ બટાકાની આવક શરૂ થઇ ગઇ છે જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે માર્કેટયાર્ડમાં બટાકા ની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ ભાવ અને આવક બંને વધુ હોવાથી આ વર્ષે ખેડૂતો માટે સારું જાય તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે.

Potato revenue
બટાકા નગરી

By

Published : Jan 12, 2020, 5:26 AM IST

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાનું શરૂ કરી દીધું છે આમ તો ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર બટાકાનું થાય છે તેના કારણે જ ડીસામાં મોટાભાગના વેપાર-ધંધા અને અર્થતંત્રનો આધાર બટાકાની આવક અને ભાવ પર રહેતો હોય છે ત્યારે સતત છેલ્લા ચાર વર્ષથી બટાકામાં મંદીના કારણે મોટાભાગના ધંધા ઉપર તેની અસર જોવા મળી હતી.

માર્કેટયાર્ડમાં બટાકાની આવક શરૂ, ગત વર્ષ કરતા આવકમાં વધારો

જો કે આ વર્ષે શરૂઆતથી બટાકામાં સારા ભાવ હોવાના કારણે ખેડૂતો માટે ફાયદાકારક છે ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ બટાકાની આવક શરૂ થઇ ગઇ છે. ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ બટાકામાં 20 કિલો ના 300 થી 351 એકાવન રૂપિયાનો ભાવ રહ્યો હતો અને 4200 બોરીની આવક થઇ હતી, ગત વર્ષે પ્રથમ દિવસે 100 રૂપિયા જ ભાવ હતો અને 1500 બોરીની આવક થઈ હતી જેથી આ વર્ષે આવક ને ભાવ બન્ને સારા હોવાથી આ વર્ષે ખેડૂતોને સારો લાભ થશે તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details