ગુજરાત

gujarat

ETV Bharat / state

બટાટાના ભાવ ઘટ્યા, વેપારીઓ અને ખેડૂતોની કફોડી હાલત - ડીસા

ડીસા: બનાસકાંઠામાં આવેલું ડીસા શહેરને બટાકા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે બટાકાના ઉત્પાદનના મામલે મહત્વનું સ્થાન ધરાવતા ડીસા શહેરને બટાટા નગરી તરીકે નામના મેળવી છે. બટાટાના કારણે છેલ્લા 3 વર્ષમાં મહામંદીના કારણે ખેડૂતો અને વેપારીઓ પાયમાલ બની ગયા છે.

બટાટાના ભાવ ઘટ્યા, વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

By

Published : Aug 28, 2019, 3:23 AM IST

Updated : Aug 28, 2019, 12:19 PM IST

બનાસકાંઠામાં ડીસાની ઓળખ એટલે બટાકાનગરી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસાની ઓળખ સમા આ બટાકા જ લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં મંદીના કારણે અનેક લોકો પાયમાલ બન્યા છે. 15 જેટલા લોકો આત્મહત્યા કરી ચુક્યા છે. કેટલાય લોકો સતત મંદી, દેવું અને લેણદારોની બચવા માટે ઘર છોડીને નાસી ગયા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં થતા બટાટા માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત ભરમાં પ્રખ્યાત છે. ડીસાના બટાકા ક્વોલિટી અને હેક્ટરદીઠ ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે. કારણ કે ડીસાના ખેડૂતો હાઈડેન્સિટી પ્લાનિંગ ઓછા ગાળે વાવેતર, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પૂર્તી માવજત કરવામાં માહેર હોવાના કારણે અહીંના ગુણવત્તાયુક્ત બટાકા ભારતભરમાં વખણાય છે.

બટાટાના ભાવ ઘટ્યા, વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

અગાઉ બટાકામાં સારા ભાવ મળતા હોવાના કારણે છેલ્લા દસ વર્ષમાં સતત બટાકાનું ઉત્પાદન વધ્યું છે. દસ વર્ષમાં બટાકાનું વાવેતર અઢી ગણું જેટલું વધી ગયું છે. 2009માં બનાસકાંઠા જિલ્લામાં 47000 હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું. જે આજે વધીને 1.20 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. વાવેતરનો વિસ્તાર વધવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ અનેક ઘણો વધારો થયો છે.

બટાટામાં વર્ષ મુજબ વાવેતરની આંકડાકીય માહિતી

2014 -15 98200 હેક્ટર
2015 -16 112400 હેક્ટર
2016 -17 124000 હેક્ટર
2017 -18 130200 હેક્ટર
2018 -19 120400 હેક્ટર

જ્યારે બટાટા સંગ્રહની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 387 સ્ટોર છે, જેની કેપેસિટી 575 લાખ બટાટાના કટા સંગરવાની છે. જેમાંથી 60 ટકા સ્ટોર માત્ર ડીસામાં જ છે. ડીસામાં કુલ 201 સ્ટોર છે, જેની કેપેસિટી 333 લાખ કટાની છે. બનાસકાંઠામાં 36.12 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય જેમાંથી 53 ટકા કેપેસિટી સ્ટોરની એટલે કે, 19.14 હજાર મેટ્રીક ટન બટાટા સ્ટોરમાં સાચવી શકાય, હવે બટાટાના ઉટોળનની સાથે સાથે સ્ટોરની કેપેસિટી પણ વધી છે. છેલ્લા 5 વર્ષમાં સતત ભાવ વધતા ખેડૂતો અને સ્ટોરના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. હાલમાં ખેડૂતો પાસે કોલ્ડસ્ટોરેજમાંથી બટાટા લેવા માટેના પણ પૈસા નથી. છેલ્લા પાંચ વર્ષમાં બટાટામાં આવેલા ભયકર મંદીના કારણે હાલ ડીસાના ખેડૂતો પાયમાલ બની ગયા છે. સરકાર બટાટાના ખેડૂતોને કંઈક મદદત કરે તેવી માંગ છે.

ખેડૂતો અને વેપારીનું માનીએ તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વધી રહેલું ઉત્પાદન અને નિકાસ ઘટવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા 200 માંથી 50 જેટલા કોલ્ડ સ્ટોરેજ તો બંધ થઈ ચૂક્યા છે કારણ કે, મોટાભાગના સ્ટોર ઉપર બેન્કોની લોન છે અને સતત મંદી ના કારણે લોનના હપ્તા ન ભરી શકતા 50 જેટલા સ્ટોલ બંધ થઈ ચૂક્યા છે.જ્યારે અન્ય 50 જેટલા સ્ટોર બેન્કોમાં NPA થવાની કગાર પર છે. એટલે કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લામાં જે બટાટા આધારિત જે કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ જેટલો ઝડપથી વિકાસ પામ્યો હતો. તેટલો ઝડપથી અસ્ત થવાની કગાર પર આવીને ઊભો છે. આ માટે અગાઉ પણ ખેડૂતો અને વેપારીઓએ સરકારમાં રજૂઆત કરી હતી પરંતુ સરકારે માત્ર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોને સબસીડી આપતા તેનાથી કોઈ ખાસ અસર થઈ નહીં.

અગાઉ પણ 2012માં ખેડૂતોએ બટાટાનો ભાવ ન મળતા રોડ પર ફેંકવાની નોબત આવી હતી. જેમાં ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર તમામ ખેડૂતો અને વેપારીઓએ હજારો ટન બટાકા શહેરના માર્ગો પર ફેંકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતા વર્ષ 2016- 17 અને 18માં પણ ખેડૂતોને બટાટાનો ભાવ ન મળતા ક્યાંક ફેંકી દેવાની નોબત આવી હતી તો ક્યાંક ખેડૂતો ખેતરમાં જ બટાટા દાટી દીધા હતા. આમ દર વર્ષે સતત મંદીનો માર સહન કરી ખેડૂતો પાયમલ બની ગયા છે. ખેડૂતોને મોંઘાદાટ બિયારણ, દવા ,વીજળી અને ખાતર સહિત 10 રૂપિયે કિલો બટાટા વેચાય તો જ પડતર ભાવ મળી શકે તેમ છે. જ્યારે અહીં તો 5 થી 7 રૂપિયે તો હોલસેલમાં બટાટા વેચાય છે. જેથી ખેડૂતોને 50 ટકા જેટલું નુકશાન સહન કરવાનો વારો આવે છે.

ડીસાનો મુખ્ય પાક એવા બટાટા માટે સરકાર દર વર્ષે કંઈક નવી જાહેરાત તો કરે છે. પણ હજુ સુધી તેમ કોઈ ચોક્કસ કામ થયું નથી. અગાઉ વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બટાટાનું વેલ્યુ એડિશન કરી તેમાંથી પ્રોડક્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી બટાટા ખરીદવા ની વાત કરી છે. હજુ સુઘી કિલો બટાટા ખરીદાયા નથી માટે સરકાર આ મામલે કંઈક વિચારી બટાટાની મંદીમાંથી ખેડૂતો અને વેપારીઓને ઉઘરવા પ્રયાસ કરે તેવી લોકમાંગ છે.

Last Updated : Aug 28, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details