ગુજરાત

gujarat

ETV Bharat / state

શિયાળી શરૂવાત થતાં બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો - Potato cultivation by modern method

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદીના કારણે આ વખતે વાવેતર ઘટ્યું હતું. આ વર્ષે બિયારણના ભાવ વધતા ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કર્યું છે. પરંતુ ફરી એકવાર ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ બટાટાના વાવેતરની શરૂઆત કરી છે.

banaskantha
બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો

By

Published : Nov 8, 2020, 9:29 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં બટાટાના વાવેતરના શ્રીગણેશ
  • ડીસા પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર
  • બટાટા હાલમાં મળે છે 45 રૂપિયે કિલો

બનાસકાંઠા : જિલ્લાનો ડીસા પંથક સમગ્ર ભારતમાં બટાકાના હબ તરીકે પ્રસિદ્ધ છે. ત્યારે આ વર્ષે બટાકાનું વાવેતર ફરી શરૂ થઈ ગયું છે. દર વર્ષે ડીસા પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવ ઓછા મળવાના કારણે આ વાવેતર ઓછું થયું હતું. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી બટાટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. જે બટાટા કોઈ 15 રૂપિયે કિલો ખરીદી કરતું હતું, તે બટાટા હાલમાં 45 રૂપિયે કિલો મળી રહ્યા છે.

બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો

બટાટાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી

સૌ પ્રથમ વખત બટાટાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સતત પાંચ વર્ષથી બટાટાની ખેતીમાં નુકશાન વેઠવતા ખેડૂતોએ ફરી એકવાર આ વર્ષે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે. ત્યારે ખેડૂતોને આશા છે કે,ગત વર્ષમાં જે નુકશાન થયું તે આ વર્ષે ભરપાઈ થશે અને બટાકાના સારા ભાવ મળશે.

બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાટાના વાવેતરની શરૂવાત કરી છે. પરંતુ આ વર્ષે બટાટાના બિયારણના ભાવ 2400 રૂપિયા જેટલો હોવાના કારણે બટાટાની ખેતીમાં ઘટાડો થયો છે. ખેડૂતોનું માનવું છે કે, સતત મંદીના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ શરૂઆતમાં જ બટાટાના બિયારણના ભાવમાં વધારો હોવાના કારણે દર વર્ષે જે ખેડૂતો 6 હેક્ટરમાં બટાટાનું વાવેતર કરતા હતા. તે ખેડૂતોએ આ વર્ષે 3 હેક્ટરમાં જ વાવેતર કર્યું છે. જ્યારે અન્ય જમીનમાં ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. આ વર્ષે મંદીના કારણે નાના ખેડૂતો પાસે ખાતર, દવાઓ અને ખેડાઈ ના પૈસા જોડે ના હોવાના કારણે વાવેતર ઘટવાની પણ સંભાવના છે. ખેડૂતોએ છેલ્લા પાંચ વર્ષથી જે બટાટામા મંદી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે વેપારી અને ખેડૂતો બંને કંગાળ થયા છે. તે માટે બનાસકાંઠા અને ડીસાની આજુબાજુના વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તેનામાં 10 થી 15 ટકા વાવેતર ઘટવાની સંભાવના છે.

બટાટા સંશોધન કેન્દ્રના અધિકારીની ખેડૂતોને સલાહ

ડીસા અને તેની આજુબાજુના પંથકમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સામાન્ય ઠંડીની શરૂઆત થતાંની સાથે જ ડીસા અને તેની આજુબાજુના પંથકમાં બટાકાનું વાવેતર શરૂ થઈ જાય છે. જોકે, આ વર્ષે મોડે સુધી ગરમી રહી હોવાથી વાવેતર 10-15 દિવસ જેટલું મોડું છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બટાકાનું 66000 હેક્ટરથી વધુ જમીનમાં મોટા પ્રમાણમાં વાવેતર થયુ હતું. તેમજ મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન પણ થયુ હતું. જોકે, ખેડતોને પૂરતા ભાવ મળ્યા ન હતા. તેમજ છેલ્લા પાંચ વર્ષથી મંદી હોવાથી ખેડૂતો, વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે પણ ખેડૂતોએ ફરી બટાકાની વાવણી શરૂ કરી છે. પરંતુ આ વર્ષે બિયારણના ભાવ વધારે હોવાના કારણે ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કર્યું છે. ગત વર્ષે બટાટાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.જેનું કારણ હતું બિયારણ ખરાબ. ત્યારે આ વર્ષે બટાટાના બિયારણના ભાવ વધારે હોવાના કારણે બટાટાના બિયારણમાં ડુપ્લીકેટ થવાની શક્યતાઓ છે. જેના કારણે ખેડૂતોએ યોગ્ય પેઢી પરથી જ બિયારણની ખરીદી કરવી જેનાથી બટાટાના વાવેતરમાં નુકશાન આવે નહીં.

આધુનિક પદ્ધતિથી બટાટાની ખેતી

ડીસા પંથકમાં થતી બટાકાની ખેતી અત્યાધુનિક સાધનો અને વૈજ્ઞાાનિક પદ્ધતિથી કરવામાં આવે છે. ખેડૂતો પાક સારો થાય અને સારુ ઉત્પાદન મેળવી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ખાતર અને મશીનથી બટાકાનું વાવેતર કરી સમગ્ર દેશમાં હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન મેળવે છે. આ સાથે ડીસાના બટાકાની ગુણવત્તા લાંબો સમય સુધી ટકવાની હોવાથી ડીસાના બટાકા વિદેશ સુધી મોકલવામાં આવે છે. જોકે, છેલ્લા પાંચ વર્ષથી ડીસામાં બટાકાના ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલમાં ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખેડૂતોએ બટાકાની વાવણીના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે ખેડૂતોને આશા છે કે, આ વર્ષે બટાકામાં સારી આવક થશે.

ABOUT THE AUTHOR

...view details