ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

પોષી પુનમે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ તરીકે મનાવવામાં આવે છે. પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય. માત્ર શક્તિ ચોકમાં 25 યજમાનની હાજરીમાં પૂજાવિધિ કરવામાં આવશે. જ્યારે શ્રદ્ધાળુઓ માંટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે.

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

By

Published : Jan 24, 2021, 10:52 AM IST

  • અંબાજીમા માં અંબાનો પ્રાગટ્યોત્સવ નહીં ઉજવાય
  • પોષી પુનમે મનાવાય છે જગત જનની માં અંબાનો પ્રાગટ્યોત્વ
  • 28 જાન્યુઆરીએ પોષી પુનમ


અંબાજી : દર વર્ષે માં અંબાનો પ્રાગટ્યોત્સવ ખુબ જ ધામધુમથી મનાવવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈન મુજબ મંદિરમાં દર્શન કરી શકશે. પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે જ મનાવાવમાં આવશે.

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

ચાચર ચોકમાં થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની હાજરીમાં પૂજા વિધિ કરાશે

પોષી પૂનમે માં અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ધામધૂમથી નહીં. જોકે, પૂનમે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે. પોષી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ધામમાં નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અંબાનો પ્રાગટ્યોત્સવ કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે જ મનાવાવમાં આવશે

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી થવાને કારણે સાદગીથી ઉજવાશે. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની પૂજા વિધિ અને તે પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ સંપન્ન કરવામાં આવશે.

માતાજીનો પ્રાગટ્યોત્સવ ભીડ એકઠી નહીં થવાને કારણે સાદગીથી ઉજવાશે

માતાજીની શોભાયાત્રા , નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા , સુખડી વિતરણ , સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા છે. જોકે, પૂનમે માઈભક્તો માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈન મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. તેમજ માતાજીની શોભાયાત્રા , નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા , સુખડી વિતરણ , સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા હતા. જોકે, એક ધાર્મિક પરંપરાને લઈ ગબ્બર ઉપર થી જ્યોત લાવીને તેની આરતી કરવામાં આવશે. તદ્ ઉપરાંત ચાચર ચોકમાં સામાજીક અંતર સાથે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. જેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details