- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વોર્ડમાંથી 4 ઉમેદવારો ચૂંટાય છે
- મતદારો એક સાથે 4 વોટ આપી શકશે
- મલ્ટી ચોઇસ EVM મશીન દ્વારા વોટિંગ થશે
બનાસકાંઠાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભમાં 3 નગરપાલિકાઓની ચૂંટણી તેમજ 2 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાઓની પેટા ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત જિલ્લાની સૌથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પર તમામ લોકોની મીટ મંડરાઇ છે. પાલનપુર પાલિકાના 11 વોર્ડમાંથી 44 બેઠકો માટે ચૂંટણી થવાની છે. જેમાં 1.5 લાખ મતદાતાઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ત્યારે પાલનપુર પાલિકાના મતદારો ચાર-ચાર વોટ આપી શકશે, પરંતુ કેટલાક નવા મતદારો પ્રથમ વખત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટિંગ કરી રહ્યાં છે. જેથી તેમને માહિતગાર કરવા પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે મતદાન નિદર્શન કેન્દ્ર ઉભું કરાયું છે.