બનાસકાંઠાઃ લોકડાઉનમાં પણ બુટલેગરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા અટક્યા નથી. જેમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં તો દારૂ, ગુટખા હોય કે, પછી પોષડોડા બુટલેગરોએ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. જે દરમિયાન ગઈકાલે થરાદના બેવટા પોલીસે કારમાં પોષડોડાનો જથ્થો લઇ જતા હોવાનું માલુમ પડતા પોલીસે વોચ ગોઠવી હતી. તેમજ લકઝરીયસ ગાડી ફોર્ચ્યુનર આવતા તેને થોભાવી તપાસ કરતા તેમાંથી પોશડોડાનો જંગી જથ્થો ઝડપાયો હતો. ગાડી ચાલક બીરબલ ઉર્ફે બલવીર બીશ્નોઈ અને શ્રવણ ઉર્ફે સનનું જાટની અટકાયત કરી છે .
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો - latest news of banaskantha
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડયો છે. ગેરકાયદેસર લઈ જતા કારમાંથી પોષડોડા સહિત બે આરોપીઓની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો
પોલિસે તપાસ કરતા આ પોશડોડાનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં લાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું જે મામલે થરાદ પોલિસે 324 કિલો પોશડોડા અને ગાડી સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.