- બનાસકાંઠા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી
- પાલનપુરના ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપાર ઝડપાયું
- 4 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ કોરોના મહામારીના સમયમાં ફરી એકવાર જિલ્લાના પાલનપુરમાંથી દેહ વ્યાપાર ઝડપાયું છે. પોલીસે શહેરના ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ મંગાવી દેહવ્યાપાર કરતા ચાર શખ્સો સહિત 24 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરના ગેસ્ટ હાઉસમાં પોલીસના દરોડા: બહારથી યુવતીઓ મંગાવી દેહવ્યાપાર કરતા ચાર શખ્સો ઝડપાયા બનાસકાંઠા જિલ્લા પોલીસની કડક કાર્યવાહીબનાસકાંઠા જિલ્લામાં પોલીસ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા હવે પોલીસ કડક બની છે. આ અગાઉ જિલ્લાના થરાદ અને ડીસા શહેરમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના ધંધા ઉપર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે બાદ ફરી એકવાર પાલનપુરમાં એક ગેસ્ટ હાઉસમાંથી વધુ એક દેહવ્યાપારનો ધંધો પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા શખ્સોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પાલનપુર અશોક ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપાર ઝડપાયું
પાલનપુર બસ સ્ટેશન રોડ પર આવેલા અશોક ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતા પૂર્વ પોલીસ મથકના વુમન પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જે.સુથારે પોલીસ કર્મીઓ સાથે રેડ કરી હતી. એકબીજાના મેળાપણાથી પોતાના આર્થિક નાણાંકીય લાભ અને ફાયદો મેળવવા માટે બહારથી છોકરીઓને બોલાવી પૈસાનું પ્રલોભન આપી ગેસ્ટ હાઉસમાં રાખી હતી. બહારથી આવતા એક ગ્રાહક દીઠ રૂપિયા 500 લઈ દેહવ્યાપારનો ધંધો ચલાવતા 4 શખ્સો ઝડપાયા હતા. પોલીસે ગ્રાહક મોકલી કૂંટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે રેડ કરી રોકડ રુપિયા 1400 અને 23 હજારની કિંમતના મોબાઇલ નંગ 4, તેમજ સહિત કુલ 24 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે કુંટણખાનું ચલાવતા ચાર લોકોની અટકાયત કરી છે.
દેહવ્યાપારનો ધંધો કરાવતા લોકોના નામ
પાલનપુર પોલીસે દેહવ્યાપારનો ધંધો કરાવતા ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. શૈલેષસિંહ રાજપુત, દિનેશ ઠાકોર, લોહિત પંચાલ અને ભુપેન્દ્ર પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.