ડીસામાં સામસામે જૂથ અથડામણ બનાસકાંઠા: ડીસાના ઈન્દીરા નગર-ધૂળીયાકોટ વિસ્તારમાં 15 દિવસ અગાઉ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં એક જ સલાટ સમાજના લોકોના બે જૂથ વચ્ચે સગપણ છુટુ કરવા બાબતે તકરાર થતા સામસામે મારામારી થઈ હતી. બે જૂથ ઉશ્કેરાઈ સામસામે આવી જઈ જાહેર માર્ગ પર ધોકા અને પથ્થરો વડે મારામારી કરી હતી.
જાહેરમાં પથ્થરો વડે મારામારી: પથ્થરો અને ધોકા વડે સામસામે મારામારી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં અંદાજીત 70થી 80 લોકોનું ટોળું સામસામે મારામારી કરતું દેખાય છે. જેમાં નાના બાળકોથી લઇ મોટા લોકો પથ્થરમારો કરી રહ્યા છે. જેથી જાહેરમાં સામસામે પથ્થરો વડે મારામારી કરી આતંક મચાવ્યો હતો.
30 શખ્સોની અટકાયત:આતંક મચાવનાર લોકો સામેપોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ અગાઉ હુમલો કરનારા 30 શખ્સોની અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે.
સગપણ છૂટું કરવા બાબતે તકરાર: આ બાબતે ડીસા DYSP કુશલ ઓઝાએ જણાવ્યુ હતું કે 21 જૂલાઈના રોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના ધૂળિયાકોટ વિસ્તારમાં સામાજિક બાબતે સગપણ છૂટું કરવાની બાબતમાં એક જ સમાજના બે જૂથ મળ્યા હતા. જેમાં સામસામે મારામારી તથા પથ્થર મારવાની ઘટના બનેલી હતી. એમાં પોલીસે ઝડપથી પહોંચી અને કડક કાર્યવાહી કરી છે. જેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીની અટક કરી દેવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે.
- Ahmedabad Crime: જમાલપુરમાં કિન્નરો અને સ્થાનિક જૂથ અથડામણ, પોલીસે ગુનો નોંધ્યો
- Vadodara Crime: સમિયાલામાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ, વાહનોને આગચંપી, 21ની અટકાયત
- Clash Between Two Group: પ્રભાસપાટણમાં બાઈક ભટકાતાં જૂથ અથડામણ, પોલીસ સ્થિતિ કાબૂમાં લીધી