બનાસકાંઠા :ડીસામાં આજે આખોલ ચાર રસ્તા પાસે વધુ ત્રણ દુકાનોને તસ્કરોએ (theft case in Deesa) નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયામાં સતત ત્રીજીવાર ચોરી કરી અજાણ્યા તસ્કરોએ હેટ્રિક લગાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી વ્યાપારીઓનો તેમનો સમાન પાછો અપાવે તેવી માંગ કરી છે.(hattrick theft in Deesa)
શુું છે સમગ્ર મામલોડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. સૌપ્રથમ ડીસા પાટણ હાઈવે પર આવેલ છ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ ડીસા આખોલ ચાર રસ્તા પાસે વધુ ચાર દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી વધુ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે આખોલ ચાર રસ્તા પાસે આવેલી હનુમાન ઇલેક્ટ્રીક, શ્રી ચામુંડા ઈલેક્ટ્રીક અને હનુમાન સબમર્સીબલ નામની ત્રણ દુકાનના શટર તોડી તેમાંથી તાંબાના વાયર, ભંગાર અને રોકડ સહિતના માલ સામાનની ચોરી કરી ગયા હતા. (Deesa Crime News)
ચોરીની હેટ્રિકવહેલી સવારે દુકાનોના શટર તૂટેલા જણાતા વેપારીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણ દુકાનમાંથી રોકડ સહિત અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયા મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરો CCTV કેમેરામાં પણ દેખાયા હતા. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ કરી છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વાર ચોરી થતા હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલસામાન પાછો અપાવે તેવી માંગ કરી રહ્યા છે. (theft case in Deesa akhol char rasta)