બનાસકાંઠા : જિલ્લામાં આજે સોમવારે કોંગ્રેસ દ્વારા ભાવ વધારાના વિરોધમાં ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભાજપ સરકારને ઢંઢોળવા માટે થરાદમાં હાથ લારીમાં બાઇક નાખી કલેકટર કચેરી લાવવામાં આવ્યું હતું. તો પાલનપૂરમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ દર્શાવતા 30 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
બનાસકાંઠામાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પાલનપુરમાં ક્રોગ્રેસ દ્વારા આજે સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ દર્શાવતા 30 જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
ભાવ વધારાનો વિરોધ દર્શાવતા 30 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થતો, ત્યારે ભાજપ ભારે હોબાળો મચાવતું હતું, હવે ભાજપ સરકારે કોરોનાના કપરા કાળમાં પ્રજાને પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારાનો ડામ આપ્યો છે. તેથી, સરકારને ઢંઢોળવા વિવિધ પ્રકારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાલનપુરમાં વિરોધના મામલે પોલીસ દ્વારા 30 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરાઈ છે.