ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં પોલીસે વિદેશી દારૂ સાથે આશરે 4 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત - વિદેશી દારૂ

બનાસકાંઠા માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 225 તથા મહિન્દ્રા પીક અપ ગાડી સાથે કુલ 4,03,720નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

વિદેશી દારૂની બોટલ
વિદેશી દારૂની બોટલ

By

Published : Oct 19, 2020, 12:50 PM IST

  • માવસરી પોલીસે વિદેશી દારૂની બોટલો ઝડપી
  • કુલ 4,03,720નો મુદ્દામાલ કબ્જે
  • વિદેશી દારૂની બોટલ નંગ 225

બનાસકાંઠા : જિલ્લામાં પોસીલે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 225 સાથે કુલ 4,03,720નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દૈયપ પાસે આવતા એક મહિન્દ્રા ગાડી શકમંદ હાલતમાં લાગતા પોલીસે ગાડીની તપાસ કરી હતી.

વિદેશી દારૂની બોટલ નંગ 225 મળી આવી

તપાસ દરમિયાન ગાડીમાં ચોરખાનું બનાવેલું મળ્યું હતું. ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 225 કિંમત રૂપિયા 153720 તથા મહિન્દ્રા ગાડીની કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ કિંમત રૂપિયા 4,03,720નો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો હતો.

ગાડીના ડ્રાઈવર વિરુદ્ધમાં માવસરી પોસ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાછ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details