બનાસકાંઠા : આંગડિયા પેઢીમાં દરરોજ કરોડો રૂપિયાના દાગીના (Theft of Gold Ornaments in Chhapi) તેમજ રોકડ રકમની ખાનગી તેમજ સરકારી વાહનો અંતર્ગત થતી હોય છે. ત્યારે છાપી નજીક રાજસ્થાની એક સરકારી બસ ચા નાસ્તો કરવા ઊભી હતી. તે દરમિયાન આંગડિયા પેઢીનું બસમાં રહેલા સોનાના દાગીના તેમજ સોનાની લગડીઓ મળી કુલ 2,63 કરોડનો મુદ્દામાલ લઈ આરોપીઓ (Theft in Banaskantha) ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બનતા જ પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
1 કરોડનો મુદ્દામાલ અને રિવોલવોર જપ્ત
બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાયો છે. બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ સુધી પહોંચી પોલીસે એક કરોડથી વધુનો મુદ્દામાલ તેમજ રિવોલ્વર(Theft Case in Chhapi) કબજે કરી છે. હજુ આ ચોરીના ગુના સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ ફરાર છે. તેમજ તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવો પણ બાકી છે. તેમજ પોલીસે ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવાનો બાકી
આંગડીયા પેઢીની રેકી કરતાં તમામ આરોપીઓ યુવાન છે. યુવાની સમય જ આ પ્રકારના મોટા ગુનાઓને અંજામ આપતા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે હજુ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે (Theft Crime in Banaskantha) કરવાનું બાકી છે. ત્યારે પોલીસ નાસતા ફરતા આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચે છે.
રિકવર થેયલો મુદ્દામાલ