ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ - અંબાજીમાં ટ્રાફિક ડ્રાઈવ

અંબાજી: રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમ કડક કર્યા બાદ પોલીસતંત્ર સજાગ બન્યુ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં ટ્રાફિકને લઇ પોલીસ ટ્રાઈવ ચાલી રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે જીલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર વાહનચાલકો સામે પોલીસે ડ્રાઇવ કામગીરી હાથ ધરી હતી.

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

By

Published : Nov 16, 2019, 11:33 PM IST

અંબાજી ખાતે યોજાયેલી ડ્રાઈવમાં પી આઇ સહિત પોલીસ કર્મચારીઓ સમગ્ર બજાર સહીત હાઈવે માર્ગ ઉપર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી ગાડીઓ અને એસ ટી બસો જે જાણીજોઈને ભૂલ કરતા હોય તેવું માની પોલીસે ૪૫ જેટલા દંડકીય મેમો ફટકાર્યા હતાં. ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અંબાજીમાં પોલીસ કર્મચારીઓની વાહનચાલકો સામે લાલ આંખ

પોલીસના જણાવ્યાં અનુસાર ડ્રાઈવની કામગીરી ચાલતી હોવાથી યાત્રિકોને અડચણરૂપ ન બને તેમજ કોઈપણ વાહન ચાલકને પરેશાની ન પડે તે માટે સ્થાનિક વેપારીઓએ પણ દબાણ નહીં કરવા તેમજ ખોટી રીતે વાહનોને પાર્ક ન કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી હતી. જો આ સૂચનોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે પણ શક્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details