ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને મળ્યા માતા અંબાજીના આશિર્વાદ - Gujrati news

બનાસકાંઠા: ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને તિર્થસ્થળ અંબાજી સાથે અનેરો ઘરોબો રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારીએ માં અંબાના આશીર્વાદ પાઠવીને દેશ વિકાસના રસ્તા પર હરણફાળ અને વિશ્વ ગુરૂ બને તેવી પ્રાર્થના કરી છે.

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને પાઠવ્યા માં અંબાના આશીર્વાદ

By

Published : May 30, 2019, 3:10 PM IST

પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તિર્થસ્થળ અંબાજી સાથે સારો એવો નાતો રહ્યો છે. જન્મદિવસ હોય, નવરાત્રી હોય કે પછી મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ હોય ત્યારે માં અંબાજીના દર્શને અચૂક પહોંચ્યા છે. તેમજ માં અંબાની પૂજા અર્ચના અને આરતીનો લાભ લીધો છે. જેથી માં અંબાના આશિર્વાદ હંમેશા તેમની ઉપર વરસતા રહ્યા છે.

એટલું જ નહીં અનેક નવા કાર્યક્રમો જેમાં સદભાવના હોય કે પછી નારી સશક્તિ કારણ ના કાર્યક્રમો હોય જેની શરૂઆત માં અંબાના આશિર્વાદ લઈ અંબાજીથી જ શરૂઆત કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અને લોકોના કલ્યાણ માટેના કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત પણ માંના આશીર્વાદ લઇને જ કરી. જેમાં તેમને ધારી સફળતા શરૂઆતથી જ મળી છે. ત્યારે બીજી વખત વડાપ્રઘાન તરીકે શપથ લેનાર છે ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારી અને ભટ્ટજી મહારાજે તેમને શુભેચ્છા પાઠવીને દેશ વધુ તરકી કરે તેવા આશીર્વાદ આપ્યા છે.

બીજી વખત PM બનવા જતાં નરેન્દ્ર મોદીને મળ્યા માતા અંબાજીના આશિર્વાદ

ABOUT THE AUTHOR

...view details