ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi inaugurate Banas Dairy Plant: PM મોદી 19 એપ્રિલના બનાસકાંઠામાં, બનાસ ડેરીના આધુનિક ડેરી પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન - પીએમ મોદી બનાસકાંઠાની મુલાકાતે

19 એપ્રિલના રોજ PM મોદી બનાસકાંઠામાં સણાદર ગામે બનાસ ડેરીના બીજા આધુનિક ડેરી પ્લાન્ટ (PM Modi inaugurate Banas Dairy Plant)નું ઉદ્ઘાટન કરશે. PM મોદીના આગમનને લઇને અહીં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ગામે 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોરોના મહામારી વચ્ચે સ્ટેટ ઓફ આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હતો.

PM મોદી 19 એપ્રિલના બનાસકાંઠામાં, બનાસ ડેરીના આધુનિક ડેરી પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી 19 એપ્રિલના બનાસકાંઠામાં, બનાસ ડેરીના આધુનિક ડેરી પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

By

Published : Apr 16, 2022, 8:25 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરી (Banas Dairy In Palanpur Gujarat)ના બીજા આધુનિક ડેરી પ્લાન્ટ (PM Modi inaugurate Banas Dairy Plant)નું આગામી 19મી એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visits)ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને લઇ અત્યારથી જ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બનાસ ડેરી સંચાલિત જિલ્લાનો બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ સણાદરમાં શરૂ થશે.

બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ-બનાસકાંઠા જિલ્લામાં 40 લાખલીટર દૂધએકત્રિત કરતી બનાસ ડેરી પાલનપુરમાં આવેલી છે. જે પ્રમાણે દિવસેને દિવસે દૂધના પ્રમાણમાં વધારો થતાં આજે દિયોદરના સણાદર ગામે બનાસ ડેરીનો વધુ એક આધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે બનાસ ડેરી સંચાલિત જિલ્લાનો બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો- ફેબ્રુઆરી 2020માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન પ્રધાન સંજીવ બાલીયાનની ઉપસ્થિતિમાં અને લાખો પશુપાલકો (Pastoralists In Banaskantha)ની જનમેદનીમાં ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. જૂન 2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં અને કોરોના મહામારી વચ્ચે સ્ટેટ ઓફ આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ શરૂ થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના દિયોદર, રાધનપુર, ભાભર, પાટણના અનેક પશુપાલકોને જીવાદોરી સમાન સાબિત થશે. આ નવો પ્લાન્ટ આવનારા સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન (Inauguration by PM Narendra Modi) થતાની સાથે જ લાખો પશુપાલકોને તેનો સીધો લાભ થશે.

ડેરી પ્લાન્ટની બાજુમાં સંકુલમાં જ 48 ટન પ્રતિ દિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા.

આ પણ વાંચો:બનાસ ડેરીનો નવતર પ્રયોગ, પશુઓની સારવાર માટે મોબાઈલ એપ શરૂ કરી

640 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ- બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામે 640 કરોડના ખર્ચે (Sanadar Banas Dairy Cost) નિર્માણ પામેલ અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું આગામી 19 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. છેલ્લા એક અઠવાડિયાથી બનાસ ડેરી સંચાલન મંડળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચતા બનાસકાંઠા (PM Modi Banaskantha Visit) જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સ્ટેટ ઓફ આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો.

100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા-સણાદર ગામે દેશના વડાપ્રધાનના આગમનને લઇ બનાસડેરી દ્વારા સનાદર પ્લાન્ટ ખાતે મંડપની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ બનાસડેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને SPG કમાન્ડો પણ મુકી દેવામાં આવ્યા છે. સણાદર ડેરી પ્લાન્ટમાં 20 લાખ લિટર પ્રતિ દિન દૂધની પ્રક્રિયા ક્ષમતા છે જે વધારીને 50 લાખ લીટર પ્રતિ દિન કરી શકાશે. સદર પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, એક લાખ લીટર પ્રતિ દિન આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ ચોકલેટ એનોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સંકુલમાં જ 48 ટન પ્રતિ દિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા નિર્માણ પામેલી છે.

આ પણ વાંચો:બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં વડગામની મહિલાનો પ્રથમ નંબર, વર્ષે 1 કરોડ રૂપિયાથી પણ વધુને કરે છે કમાણી

ચીજ પ્લાન્ટની ક્ષમતા 60 મેટ્રિક ટન પ્રતિ દિન- બનાસડેરી સંકુલ દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા કોમ્યુનિટી FM રેડિયો (Community Radio Banaskantha) 90.4 સ્ટેશન ઊભુ કરવામાં આવી રહ્યું છે જે લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે. તો બનાસડેરીના ચીજ પ્લાન્ટની ક્ષમતા 30 મેટ્રિક ટન પ્રતિ દિનથી વધારીને 60 મેટ્રિક ટન પ્રતિ દિન અને વે પાવર પ્લાન્ટની ક્ષમતા 4.5 લાખ લીટર પ્રતિદિનથી વધારીને 9 લાખ લિટર પ્રતિ દિન કરવામાં આવી છે. બનાસ ગોબરગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન દામા તેની ક્ષમતા ક્યુબીક મીટર પ્રતિદિન

ABOUT THE AUTHOR

...view details