ડીસા નગરપાલિકાએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિક અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કર્યું હતું. નગરપાલિકા કચેરીથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. લોકોને પ્લાસ્ટિકના સંભવિત નુકશાન અંગે સમજણ આપી હતી.આ ઉપરાંત શહેરમાં ધંધો રોજગાર ચલાવતા લોકોને પણ પ્લાસ્ટિક ન વાપરવા માટે અપીલ કરી હતી.
ડીસામાં યોજાઈ પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ - ડીસા નગરપાલિકા
બનાસકાંઠા: ભારતના પ્રધાનમંત્રીએ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ ચાલુ કરી છે, તે પગલે ડીસા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
plastic-free-campaign-in-deesa
ડીસા નગરપાલિકા કચેરીથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરમાં આવેલી નાસ્તાની લારીઓ પર પહોંચીને સ્વચ્છતા જાળવવા માટે પણ તાકીદ કરી હતી. રેલી દરમિયાન ડીસા શહેરમાં જે નાસ્તાની લારીવાળાઓ નિયમોનું પાલન ન કરતાં હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી.