- બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ
- જિલ્લાની જીવાદોરી સમાન જળાશયમાં પાણીની નહિવત આવક
- સરકાર દ્વારા 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સિપુ ડેમ સુધી પાણીની પાઇપલાઈન નખાઈ
- પાણીની પાઈપલાઈન દ્વારા અનેક ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવશે
બનાસકાંઠા: જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો. જેના કારણે અનેક તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે જિલ્લા સહિત ઉપરવાસમાં નહિવત વરસાદને કારણે આ વર્ષે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણે જળાશયોમાં પાણીની આવક થઇ ન હતી. જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશય આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમાંય વળી સીપુ ડેમમાં તો આ વર્ષે પહેલા જેવી પાણીની આવક થઇ ન હતી. જેના કારણે ડેમના પાણી આધારિત આજુબાજુના અનેક ગામોમાં ખેતી અને પીવા માટે પાણી મળી શકે તેમ ન હતું, જેના કારણે પાણીની તંગી સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા હતા. આ તરફ જિલ્લામાં પણ નહિવત વરસાદને કારણે સૌથી મોટી પાકને જીવતદાન આપવા માટે મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, ચાલુ વર્ષે જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ડેમમાં પાણી નાખવા માટે રજૂઆત
જિલ્લામાં છેલ્લા બે વર્ષથી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા (Dantiwada) ડેમ, સીપુ ડેમ (Sipu Dam) અને મુક્તેશ્વર ડેમમાં પાણી વગર તળિયા દેખાવા લાગ્યા છે. ચાલુ વર્ષે પણ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ ન થતા સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઇ નથી. જેના કારણે આ ડેમના આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. આ બાબતે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણી નાખવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકોએ અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે. તેમ છતાં પણ માત્ર નામ પૂરતું પાણી ડેમમાંથી છોડવામાં આવે છે. જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ડીસાની જીજી વિદ્યા સંકુલ મુકામે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ યોજાઈ