ગુજરાત

gujarat

ETV Bharat / state

કતલખાના બંધ કરાવવાની માગ સાથે જીવદયા પ્રેમીઓના ધરણા

ડીસામાં આજે જીવ રક્ષા સમિતિ દ્વારા શહેરમાં શ્રાવણ માસમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે સાઈબાબા મંદિર ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.. ત્યારે પોલીસે પહોંચી જીવ રક્ષા સમિતિના કાર્યકરોને કતલખાના બંધ કરાવવાની ખાતરી આપતા આ કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો.

કતલખાના બંધ કરાવવાની માગ સાથે જીવદયા પ્રેમીઓના ધરણા
કતલખાના બંધ કરાવવાની માગ સાથે જીવદયા પ્રેમીઓના ધરણા

By

Published : Aug 24, 2021, 9:44 AM IST

  • ડીસામાં કતલખાના બંધ કરાવવા માટે જીવદયા પ્રેમીઓની માગ
  • 15 દિવસ અગાઉ કતલખાના બંધ કરાવવા નાયબ કલેકટરને આવેદનપત્ર
  • કતલખાના બંધ કરવા કાર્યવાહી કરવામાં ન આવતા જીવદયાપ્રેમીઓના ધરણા

બનાસકાંઠા: ડીસા શહેરના ગવાડી, અખર, તીનબત્તી, પાટણ હાઈવે, રાજપુર અને મીરા મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માંસ-મટનની (Meat-mutton shops) દુકાનો ધમધમી રહી છે. આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે. એક પણ દુકાન કે કતલખાના (Slaughterhouse) દ્વારા નગરપાલિકાની કોઈપણ સરકારી વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. જે બંધ કરાવવા અગાઉ કોર્ટે આદેશ કરેલો છે તેમ છતાં માંસ અને મટનની આ ગેરકાયદેસર દુકાનો સદાય ધમધમતી રહે છે. ગેરકાયદેસર ચાલતી આ પ્રવૃત્તિને કારણે કોઈ ધારાધોરણ જળવાતું ન હોય બીમાર અને રોગિષ્ઠ પશુઓનું માંસ પણ વેચવામાં આવે છે. પશુઓના શરીરના વધારાના અંગો જાહેરમાં ફેંકવામાં આવતા રોગચાળાનો પણ ભય રહે છે. આ ઉપરાંત માંસ-મટનની દુકાન જાહેર રોડ પર રાખી લોકોની લાગણી દુભાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઇ લીધા પ્રેમીઓએ ડીસા નગરપાલિકા પ્રમુખ પોલીસ પીઆઈ અને નાયબ કલેકટરને કતલખાના બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

કતલખાના બંધ કરાવવાની માગ સાથે જીવદયા પ્રેમીઓના ધરણા

આ પણ વાંચો:Porbandar Congress ના મહિલા મોરચાએ સંભાળ્યો મોંઘવારી સામે ધરણાનો મોરચો, 12ની અટકાયત

જીવદયા પ્રેમીઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા જ ડીસામાં કાર્યરત જીવ રક્ષા સમિતિ દ્વારા શહેરમાં ચાલતા કતલખાના એક માંસ માટે બંધ રાખવા માટેની પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં શહેરમાં હજુ પણ કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાના પગલે આજે ડીસાની જીવ રક્ષા સમિતિના કાર્યકરો ડીસાના સાઈબાબા મંદિર ખાતે ધરણા કરવા પહોંચી ગયા હતા. જીવ રક્ષા સમિતિના કાર્યકરોના ધરણા શરુ કરે તે પહેલા જ ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસના બંને પોલીસ ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને જીવ રક્ષા સમિતિના કાર્યકરોને કતલખાના બંધ કરાવવાની ખાતરી આપતા જીવ રક્ષા સમિતિના કાર્યકરોએ કાર્યક્રમને આટોપી લીધો હતો.

આ પણ વાંચો:PGVCL કચેરી સામે ધારણા પ્રદર્શન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય (Savarkundla MLA) ની કરાઇ અટકાયત

ટોઇંગને લઇ સર્જાયો વિવાદ

શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવેલા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ કામગીરીને લઇ ખાનગી એજન્સીને ટોઇંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને શહેરમાં ખાનગી કંપની દ્વારા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીને લઇ આજે ડીસામાં વિવાદ સર્જાયો હતો. આજે કતલખાના બંધ કરવા માટે જીવ રક્ષા સમિતિના કાર્યકરોના વાહનોને એજન્સી દ્વારા ટોઇંગ કરી દેવામાં આવ્યા હતા. જેથી જીવ રક્ષા સમિતિના કાર્યકરોએ આ વાહનોને ગેરકાયદેસર રીતે ટોઇંગ કરવામાં આવતા હોવાના આક્ષેપો કાર્ય હતા. જીવ રક્ષા સમિતિએ જણાવ્યું હતું કે, ડીસામાં જે ટોઇંગની કામગીરી ચાલી રહી છે. તે કામગીરી ગેર કાયદેસર કામગીરી છે. કારણ કે, કોઈપણ જાતના ટોઇંગ વાહન વગર માત્ર ટ્રેક્ટરમાં વાહનોને ટોઇંગ કરવામાં આવી રહ્યા છે. અને આવા ટ્રેકટરની આર.ટી.ઓ.માં નોંધણી પણ ટોઇંગ વાહન તરીકે નથી થઇ.

ABOUT THE AUTHOR

...view details