બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ મથકે છેડતી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસાની એક કોલેજમાં જ્યારે યુવતી પરીક્ષા આપી રહી હતી. ત્યારે ત્યાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવા જતા મહેશ માળીના સંપર્કમાં આ યુવતી આવી હતી. આ યુવતીને મહેશ દ્વારા સારી નોકરી આપવાની લાલચ આપી તેને ડીસાની હોટેલમાં લઈ ગયો હતો. જ્યાંથી તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કરવાનો પ્રયાસ કરાયો હતો. યુવતી સાથેના ફોટા આરોપી મહેશ માળીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે મામલે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડીસા ભાજપના યુવા મહામંત્રીએ બિભત્સ ફોટા વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ
ડીસા: ચૂંટણીના માહોલ વચ્ચે આજે બનાસકાંઠાના ડીસામાં એક ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે. ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ડેપ્યુટી સરપંચ અને યુવા ભાજપના મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે.
આરોપી મહેશ
હાલ આરોપી મહેશ માળી સામે ફરિયાદ દાખલ થતાં જ તે ફરાર છે. પરંતુ ચૂંટણીના સમયે ચાલુ ડેપ્યુટી સરપંચ અને ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રી સામે ફરિયાદ દાખલ થતાં રાજકારણ ગરમાયું છે. જોવાનું એ રહેશે કે ડીસા દક્ષિણ પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે.
Last Updated : Apr 12, 2019, 8:11 PM IST