ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા - ભાજપના સમાચાર

બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના માંગરોળ અને મલુપુર ગામે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. બીજી તરફ જાણીતા કલાકાર પણ લગ્ન પ્રસંગમાં સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. જેમાં માસ્ક વગર લોકોના ટોળામાં ફોટા પડાવતા દેખાયા હતા. પોલીસે માત્ર લોકગાયિકા સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે બનાસકાંઠાના સાંસદ સામે ફરીયાદ ના કરતા લોકોમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

By

Published : Jun 1, 2021, 3:16 PM IST

  • બનાસકાંઠા સાંસદની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • થરાદના માંગરોળ અને મલુપુર ગામે જન જાગૃતિના કાર્યક્રમમાં જાહેરનામાનો કર્યો ભંગ
  • સાંસદની સાથે અને ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી
  • ભાજપના સમગ્ર કાર્યક્રમના ફોટા અને વીડિયો થયા વાયરલ
  • કોરોના કાળમાં સંપૂર્ણ રાજકીય સામાજીક કાર્યક્રમ પર પ્રતિબંધ છતાં યોજાયો કાર્યક્રમ

બનાસકાંઠાઃજિલ્લાના થરાદ તાલુકાના માંગરોળને મલુપુર ખાતે ભાજપના કાર્યકતાઓ દ્વારા જનજાગૃતિ કર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની મહામારીમાં ખુદ સાંસદ પરબતભાઇ પટેલે કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઊડાડતા જોવા મળ્યા હતા. માસ્ક વિના બનાસકાંઠા સાંસદ પ્રવચન આપતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચોઃ લાલપુર ચોકડી પાસે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 3 દુકાન સીલ

થરાદના માંગરોળ અને મલુપુર ગામે જન જાગૃતિના કાર્યક્રમમાં જાહેરનામાનો કર્યો ભંગ

બનાસકાંઠાના થરાદ તાલુકાના માંગરોળ અને મલુપુર ગામે ભાજપ દ્વારા જન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ જાહેરનામાનો ભંગ કર્યો હતો. કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચોઃ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ

ભાજપના સમગ્ર કાર્યક્રમના ફોટા અને વીડિયો થયા વાયરલ

બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના માંગરોળ અને મલુપુર ગામે કેન્દ્ર સરકારના સાત વર્ષ પુરા થયા તે નિમિત્તે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઇ પટેલ સોશિયલનો ભંગ કર્યો હતો. જ્યારે જાણીતા કલાકારે પણ લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જોકે પોલીસે દિવ્યા ચૌધરી સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બનાસકાંઠાના સંસદ પરબત પટેલ આજે મંગળવારે કોરોનાની મહામારીમાં પણ સરકારી ગાઈડલાઈનનો સારે આમ ભંગ કર્યો હતો. જેમાં સાંસદ ટોળા વચ્ચે બેઠેલા નજરે પડી રહ્યા છે ટોળા સાથે ના કાર્યક્રમ ના વીડીયા અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં સાંસદ પરબતભાઇ પટેલ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details