ગુજરાત

gujarat

Banaskatha: જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી, ફૂલચંદ માળીની કરાઈ પસંદગી

By

Published : Jun 27, 2021, 2:15 PM IST

ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. આજે રવિવારે બનાસકાંઠા જિલ્લાના તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 18 વર્ષ બાદ કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની સહમતિથી 18 વર્ષ બાદ કોલ્ડ સ્ટોરેજના નવા પ્રમુખ તરીકે ફૂલચંદ માળીની વરણી કરવામાં આવી હતી.

Banaskatha: જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી,
Banaskatha: જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી,

  • બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી કરાઈ
  • બટાટા નગરી ડીસામાં 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ
  • નવા પ્રમુખ તરીકે ફૂલચંદ માળીની વરણી કરાઈ

બનાસકાંઠાઃ જિલ્લામાં વર્ષોથી ખેતી વધારે જિલ્લો માનવામાં આવે છે. વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં સારું વાતાવરણ અને પાણીથી વહેતી નદીઓના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા હતા. જેમ જેમ જિલ્લાનો ખેતી વિસ્તાર વધતો ગયો તેમ તેમ ખેડૂતો રોજે રોજ અવનવી ખેતી કરવાની શરૂઆત કરતા રહે છે. વર્ષો પહેલા જિલ્લામાં માત્ર સીઝન આધારીત ખેતી થતી હતી. પરંતુ ટેકનોલોજીનું પ્રમાણ વધતા હાલમાં જિલ્લાના ખેડૂતો ટેકનોલોજીની સાથો-સાથ અવનવી ખેતી સાથે આગળ વધી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર

જિલ્લામાં દર વર્ષે સૌથી વધુ ઉત્પાદન બટાટાનું થાય છે. બહારના રાજ્યોમાં બનાસકાંઠા જિલ્લાના બટાટાની માંગ સારી હોવાના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરે છે. ડીસા તાલુકાને વર્ષોથી બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન ડીસા શહેરમાં થાય છે. બહારના રાજ્યોમાં પણ ડીસાના બટાકાની સૌથી વધુ માંગ રહેતી હોય છે. જેના કારણે ડીસા શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર થાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટામાં સતત મંદીના કારણે ખેડૂતો બટાટાની ખેતી છોડી ખેતી તરફ વળી રહ્યા છે.

Banaskatha: જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી,

આ પણ વાંચોઃબનાસકાંઠામાં Farmers નો કેન્દ્ર સરકારના Greenfield Bharatmala Project નો વિરોધ

કોલ્ડ સ્ટોરેજની નવા પ્રમુખની વરણી

ગુજરાતમાં સૌથી વધુ 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. 18 વર્ષ પહેલા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં 18 વર્ષ સુધી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ તરીકે ગણપત કછવા રહ્યા હતા. જ્યારે જ્યારે બટાકાના ખેડૂતોને મુશ્કેલીઓ પડી હોય ત્યારે સરકાર સુધી ગણપત કછવા દ્વારા ખેડૂતોનો અવાજ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. 18 વર્ષ સુધી બટાકાના ખેડૂતોને અનેક સહાય લાવવામાં ગણપત મદદરૂપ બન્યા હતા.

કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાઈ હતી બેઠક

18 વર્ષ બાદ આજે બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોની આજે રવિરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 18 વર્ષ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ની સહમતિથી 18 વર્ષ બાદ નવા કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ તરીકે ફૂલચંદભાઈ માળીની વરણી કરવામાં આવી હતી 18 વર્ષ બાદ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન નવા પ્રમુખ બનતા તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details