બનાસકાંઠા: ભારત દેશમાં કોવિડ-19 એટલે કોરોના નામના રોગે મોટી મહામારી ફેલાવી દીધી છે. આ રોગના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ આ રોગને અટકાવવા માટે સરકાર દ્વારા અવનવા પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાલની સ્થિતિમાં ભારત સરકાર દ્વારા કોવિડ-19 જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે.
ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા માટે લોકોએ લીધા શપથ
ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19ની જાગૃતિ અંતર્ગત આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
ઈકબાલગઢ
જેમાં કોરોના મહામારી અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો ચહેરા પર માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનેટાઈઝરનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું બહુ જરૂરી છે. આ જન આંદોલનના ભાગરૂપે ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સહિત આશાવર્કર બહેનો અને આંગણવાડી કેન્દ્રોની કાર્યકર બહેનો હાજર રહી કોવિડ-19 અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા.