ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાડીસામાં ડોક્ટરને પાછા લાવવા લોકોએ આરોગ્ય કેન્દ્રની કરી તાળાબંધી - news in disha

બનાસકાંઠાઃ જિલ્લાના જુનાડીસા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા જુનાડીસા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબોની બદલી થતા સ્થાનિક લોકો દ્વારા બદલીને રદ કરવાની માગણીને લઇ તાળાબંધી કરી છે.

જુનાડીસામાં ડોક્ટરને પાછા લાવવા લોકોએ આરોગ્ય કેન્દ્રની કરી તાળાબંધી
જુનાડીસામાં ડોક્ટરને પાછા લાવવા લોકોએ આરોગ્ય કેન્દ્રની કરી તાળાબંધી

By

Published : Dec 4, 2019, 11:01 AM IST

લોકોએ ધરણા અને તાળાબંધી દ્વારા કરવામાં આવતો વિરોધ મોટાભાગે અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીને લીધે થતો હોય છે. પરંતુ આજે ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં સ્થાનિકોએ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કપૂર ભાઇની બદલી થતાં બદલીના ઓર્ડરને રદ કરવા માટે જુનાડીસા ગામોના આગેવાનો વિરોધ પર ઉતરી આવ્યા હતા અને જુનાડીસા આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરી બદલી રદ કરવાની માગ કરી હતી. ઘણા વર્ષોથી જુનાડીસા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેમની કામગીરીથી પ્રભાવિત થયેલા સ્થાનિક ગ્રામજનોએ મેડિકલ ઓફિસરની બદલીને રદ કરવાની માગ સાથે જુનાડીસા આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.

જુનાડીસામાં ડોક્ટરને પાછા લાવવા લોકોએ આરોગ્ય કેન્દ્રની કરી તાળાબંધી

તબીબની બદલી થતા અત્યારે જુનાડીસા ગામના ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ બદલીને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન કરીને જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી દેવામાં આવતા તેની આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. ત્યારે આ અંગે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તે ખૂબ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details