ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે કોરોના SOPમાં છૂટછાટ આપતાં લોકોની દિવાળી બની રંગીન, અંબાજીમાં લોકોની ઉમટી ભીડ - Traffic jam

છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી (Corona epidemic) ને પગલે લોકો ઘર અને શહેરમાં ગુંગળાઇ રહ્યા હતા. ચાલુ વર્ષે કોરોના મહામારીનો વ્યાપ ઘટતા સરકારે કોરોના SOPમાં છૂટછાટ આપતાં લોકોની દિવાળી રંગીન બની હતી. ઘરોમાં અકળાયેલાં લોકો માંડ બહાર નિકળ્યાં હોય તેમ યાત્રાધામોમાં ભારે મેળાવડો (Traffic jam) જોવા મળ્યો હતો. શક્તિપીઠ અંબાજી (Ambaji) માં પણ દિવાળીનાં તહેવારોને લઇને ભારે ભીડ ઉમટી પડી હતી.

Latest news of Banaskantha
Latest news of Banaskantha

By

Published : Nov 10, 2021, 10:10 AM IST

  • શક્તિપીઠ અંબાજીમાં પણ દિવાળીનાં તહેવારોને લઇ ભારે ભીડ ઉમટી પડી
  • સાંકડી મઢીને બાવા જાજા જેવો ગાટ અંબાજીમાં જોવા મળ્યો
  • સરકારે કોરોના SOPમાં છૂટછાટ આપતાં લોકોની દિવાળી રંગીન બની

બનાસકાંઠા: હાલ અંબાજી (Ambaji) પંથકમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ (Traffic jam) નાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાના મોટા અનેક પાર્કીંગો પણ ફુલ થઇ જતા વાહનોને રોડ ઉપર જ લોકો પાર્ક કરતાં જોવા મળ્યા હતા. એક તરફ અંબાજી મંદિરમાં જનારા યાત્રીકોનો ટ્રાફિક તો બીજી તરફ માઉન્ટઆબુ જનારા વાહનોના ટ્રાફિકને લઇ અંબાજી પંથકમાં ટ્રાફિક સમસ્યા ઘેરી જોવા મળી હતી. અંબાજીની સ્થાનિક વસ્તી 20થી 22 હજારની જ છે. તેના કરતાં પણ અનેક ઘણા વાહનોનો ખડકલો અંબાજી વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ બાબતને લઇ પોલીસ પણ ટુંકી પડતી હોય તેમ વ્યવસ્થા જાળવવાં છતાં કલાકો સુધી માર્ગો બ્લોક જોવા મળ્યાં હતા.

સરકારે કોરોના SOPમાં છૂટછાટ આપતાં લોકોની દિવાળી બની રંગીન

આ પણ વાંચો: રાજ્યની યુનિવર્સિટીઓ અંગે સરકારે બહાર પાડ્યો પરિપત્ર, પાલક કરવી પડશે ગાઇડલાઇન

વેપારીઓનુ દિવાળી મીની વેકેશન પૂર્ણ

મંગળવારે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રીકોનો ભારે ઘસારો (Traffic jam) જોવા મળ્યો હતો. શ્રધ્દાળુઓ પણ લાભ પાંચમના શુભ દિવસે મા અંબેના દર્શન કરી પોતાની પેઢીના નવા વર્ષના મુહુર્ત કર્યું હતું. એટલુ જ નહી અંબાજી (Ambaji) પંથકમાં ધેરી બનેલી ટ્રાફિક વ્યવસ્થાને લઈ યાત્રીકો પણ ચીતીંત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: જોધપુરમાં બેફામ આવતી ઓડી કારે 10 લોકોને કચડ્યા, સમગ્ર ઘટનાં થઇ CCTVમાં કેદ

અંબાજી પંથકની ટ્રાફિક વ્યવસ્થાને લઈને યાત્રીકો પણ ચિંતિત જોવા મળ્યા

અંબાજી નજીક ગુજરાતની સરહદ માત્ર 5 કિલોમીટર દુર છે. ગુજરાતીઓનુ મીની કાશ્મીર ગણાતુ પર્યટક સ્થળ માઉન્ટઆબુ અંબાજીની નજીક જ આવેલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા (Traffic jam) ઘેરી બને છે. જેને લઈને રાજસ્થાન જનારા માટે અંબાજી (Ambaji) માં ઓવરબ્રીજ અથવા બાયપાસ રીંગ રોડનું નિર્માણ થાય તે આજના સમયની માગ બની છે.

ABOUT THE AUTHOR

...view details