બનાસકાંઠાઃ કોરોના મહામારીના કારણે સરકારી ધાર્મિક મેળાવડાઓ તેમજ સામાજિક પ્રસંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. વધારે વ્યક્તિઓ એકઠા થઈ પ્રસંગોની ઉજવણી ન કરી શકે. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ થતાં લાઈટ મંડળ તેમજ સાઉન્ડ સાથે જોડાયેલા લોકો બેકાર બન્યા છે.
બનાસકાંઠા: લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
કોરોના મહામારીના પગલે અનેક ધંધા-રોજગાર ઠપ્પ છે. ત્યારે શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના મંડપ સાઉન્ડ તેમજ લાઈટના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો બેનરો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના ધંધા-રોજગાર ફરી કાર્યરત થાય તે માટે સરકારે વિચારણા કરવા માટે રજૂઆત કરી છે.
લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
મહત્વની બાબત એ છે કે આ વ્યવસાય સાથે 10 હજારથી વધુ મજૂરો જોડાયેલા છે. તેમના જીવનનિર્વાહનો ખર્ચ આ વ્યવસાયમાંથી નીકળે છે. જેના કારણે હવે મજૂરોને કઈ રીતે નિભાવવા તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
સરકાર પોતાના કાર્યક્રમમાં તો કરે છે, પરંતુ લોકોને ઉજવણી કરતા અટકાવે છે. ત્યારે મંડપ લાઈટ તેમજ સાઉન્ડ એસોસિએશનના લોકોએ સરકાર પાસે 50થી વધારે 500 વ્યક્તિને સામાજિક ધાર્મિક પ્રસંગે એકઠા થવાની મંજૂરી માટે માગ કરી.
Last Updated : Sep 18, 2020, 7:18 PM IST