ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી કોરેટી ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર - water news

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા કોરેટી ગામમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. છેલ્લા પંદર દિવસથી ડહોળું પાણી આવતા ગામમાં રોગચાળાની ભીતિ વર્તાઈ રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે પાણીની સમસ્યા હલ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અશુદ્ધ અને ડહોળા પાણીના કારણે લોકોની હાલત કફોડી
અશુદ્ધ અને ડહોળા પાણીના કારણે લોકોની હાલત કફોડી

By

Published : May 6, 2021, 7:57 AM IST

  • કોરેટી ગામના લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
  • અશુદ્ધ અને ડહોળા પાણીના કારણે લોકોની હાલત કફોડી

બનાસકાંઠા:દર વર્ષે ઉનાળામાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. આ વખતે પણ સુઈગામ પાસે આવેલા કોરેડી ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામમાં અંદાજે 2 હજાર જેટલા લોકોની વસ્તી છે અને તેમાં પણ અડધા ગામમાં પીવાનું પાણી ડહોળું અને અશુદ્ધ આવતું હોવાના કારણ ગંભીર સમસ્યા ઊભી થઈ છે. એક તરફ કોરોના મહામારી જેવો ગંભીર રોગચાળો ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ પીવાનું ડહોળું અને અશુદ્ધ પાણી આવવાના કારણે ગામમાં કોરોના મહામારી વધુ વકરે તેવી લોકોમાં દહેશત સેવાઇ રહી છે.

જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

આ પણ વાંચો: પાલનપુરમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી આવતાં મહિલાઓએ કર્યો પાલિકા કચેરીનો ઘેરાવો

જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં છેલ્લાં કેટલાય સમયથી પીવા માટે અશુદ્ધ અને ડહોળું પાણી આવી રહ્યું છે. જયારે ગામ લોકોએ જવાબદાર તંત્રને કેટલીય વાર રજૂઆતો કરી છતાં પીવાનું ચોખ્ખું પાણી ગ્રામજનોને ન મળતાં ગ્રામજનોમાં રોસ ભભૂકી ઉઠ્યો છે. જયારે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કોરેટી ગામના લોકો ગંદુ પાણી પીવા મજબૂર

કોરોનાની મહામારીમાં લોકો ગંદુ પાણી પીવા થયા મજબૂર

બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પીવા માટે પણ આ પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાની રાવ ઉઠી છે. લોકોના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના વાઇરસ નામની ખતરનાક બીમારી ચાલી રહી છે. તેમ છતાં છેલ્લા એક મહિનાથી રજૂઆતો કરવા છતાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે. આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પણ ગંદુ પાણી આવતું હોવાથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં ગંદુ પાણી પીવાથી લોકો રોગચાળાનો ભોગ બને તેવી દહેશત વચ્ચે આ ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળે તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: ડીસાના જલારામ બંગ્લોઝ ખાતે ગંદુ પાણી ભરાતા લોકોમાં ભારે મુશ્કેલી

પાણીની સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી જેવો ગંભીર રોગચાળો ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરહદી વિસ્તારમાં પીવાનું ડહોળું અને અશુદ્ધ પાણી આવવાના કારણે સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં કોરોના મહામારી વધુ વકરે તેવી લોકોમાં દહેશત સેવાઇ રહી છે. જે અંગે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને 15 દિવસથી લોકોએ ન છૂટકે અશુદ્ધ પાણી પીવાનો વારો આવ્યો છે. હવે તંત્ર દ્વારા તાત્કાલિક પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details